ગુજરાત: ચૂંટણી પત્યાને એક મહિનો થયો, કોંગ્રેસ હજુ વિપક્ષ નેતા પસંદ કરી શકી નથી

ગુજરાત વિધાનસભા 2022માં કંગાળ પ્રદર્શન કરવા પછી પણ કોંગ્રેસમાં હજુ આંતરિક ખેંચતાણ ખતમ નથી થઇ. વિધાનસભા ચૂંટણી પુરી થયાને એક મહિનાનો સમય થઇ ગયો છે છતા હજુ સુધી કોંગ્રેસ પોતાના વિપક્ષ નેતાનું નામ આપી શકી નથી. હવે ગુજરાત વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને  19 જાન્યુઆરી પહેલાં વિપક્ષ નેતાનું નામ આપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. કોંગ્રેસનું આવું જ છે, ગુજરાત પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં પણ મહિનાઓ કાઢી નાંખ્યા હતા.

વિધાનસભા સચિવાલયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને 19 જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતાનું નામ આપવા જણાવ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 સીટો જીતવામાં સફળ રહી હતી. વિપક્ષના નેતા માટે વિધાનસભામાં ઓછામાં ઓછી 18 બેઠકો જરૂરી છે. આટલા ઓછા ધારાસભ્યો ચૂંટાયા પછી પણ કોંગ્રેસે હજુ સુધી વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી. આની પાછળ આંતરિક ખેંચતાણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 હવે એ સમજવા જેવું છે કે વિપક્ષનું નામ જાહેર કરવામાં કોંગ્રેસમાં આટલી ખેંચતાણ કેમ છે?  તો એનું કારણ એ છે કે વિધાનસભામાં વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી જેટલી સુવિધાઓ મળે છે. સરકારી વાહન અને બંગલો સાથે ભથ્થા પણ મળે છે. વિધાનસભામાં ખાસ ચેમ્બર સાથે મોટો સ્ટાફ પણ આપવામાં આવે છે. પ્રોટોકોલની ઘણી બાબતોમાં વિપક્ષના નેતા કેબિનેટ મંત્રીથી ઉપર હોય છે. આ બાબતોને કારણે કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જેના કારણે પાર્ટી હજુ સુધી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા કે પક્ષના મુખ્ય દંડક સહિતની તમામ નિમણૂકોની જાહેરાત કરી શકી નથી. જેને લઈને હવે પાર્ટીને સચિવાલય તરફથી અલ્ટીમેટમ મળ્યું છે.

ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા તરીકે અનેક નામો સામે આવ્યા છે. જેમાં જીગ્નેશ મેવાણી, અનંત પટેલથી લઈને અમિત ચાવડા અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાના નામનો સમાવેશ થાય છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે વિપક્ષના નેતાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, ત્યારબાદ પાર્ટીએ પહેલા પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવ્યા હતા.

આ પછી ગુજરાત ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા ફેરફાર કરીને સુખરામ રાઠવાને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં બંને નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસ માત્ર 17 સીટો જીતી શકી હતી. ભાજપે 156 બેઠકો, AAPને 5 બેઠકો, સમાજવાદી પાર્ટીને 1 બેઠક અને અપક્ષોએ 3 અન્ય બેઠકો જીતી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની અત્યાર સુધીની સૌથી દયનીય હાલત હતી.

15મી વિધાનસભાના ધારાસભ્યોના શપથ અને સ્પીકર, ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી બાદ આગામી મહિને બજેટ સત્ર છે. કોંગ્રેસના ઢીલા વલણને કારણે વિધાનસભામાં વિપક્ષના નેતા વગર સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી યોજાઈ હતી. બજેટ સત્રને ધ્યાનમાં રાખીને વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને પત્ર લખીને વિપક્ષના નેતાનું નામ આપવાનું કહ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.