ગુજરાત સ્થાપના દિવસ: જય જય ગરવી ગુજરાતની ગાથા

ભારતીય ઉપખંડમાં ગુજરાતે એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. 6 કરોડની વસતી ધરાવતું ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યમાંથી 1960ની પહેલી મેએ અસ્તિત્વમાં આવ્યું. પંચાવન વર્ષ પૂ્ર્ણ કરી રહેલા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે કેટલીક ખાસ વિગતો મમળાવી રાજ્યની અસ્મિતાનો અનુભવ લઈએ.

ગરવી ગુજરાતની અસ્મિતાની વાત જ્યારે સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ કરી હતી. ત્યારે જે રાજ્ય ગૌરવનો અર્થ હતો તે હવેની લોકશાહીમાં ભલે ન હોય પરંતુ એક રાજ્ય તરીકે ગુજરાત દેશ અને વિદેશમાં નામના પ્રાપ્ત કરી ચુકયું છે. પહેલી મે 1960માં બૃહદ મુંબઈના ઉત્તરીય 17 પ્રોવિન્સમાંથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્ય માટેની ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં લડાયેલી મહાગુજરાતની ચળવળની લોહિયાળ લડત ગુજરાતના ઈતિહાસમનાં સુવર્ણાક્ષરે નોંધાયેલી છે. પંચાવન વર્ષ પૂર્ણ કરી ગુજરાત સમયની સાથે એટલી કરવટ લઈ ચુકયું છે કે જેની કલ્પના મહાગુજરાતના ચળવળકારોએ પણ નહી કરી હોય. ગુજરાતની વસ્તી સેન્સસ-2011 મુજબ છ કરોડ આડત્રીસ લાખથી વધુ છે. જે ભારતની કુલ વસ્તીના 4.99 ટકા છે.

ગુજરાત રાજ્યને રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિની દ્રષ્ટિએ જોઈએ... રાજ્યમાં હાલ 33 જિલ્લા બની ચુકયા છે અને 249 તાલુકા બન્યા છે. છેલ્લા ત્રણ ટર્મથી શાસક પક્ષ ભારતીય જનતા પક્ષે પ્રગતિપંથે જતાં તેમના મોભી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ગુજરાતીની સરકાર રચાઈ છે. ભાજપ પક્ષના પ્રમુખ પણ ગુજરાતી એવા અમીત શાહ બન્યા છે. ગુજરાતની ધુરા આનંદીબહેન પટેલના શીરે મુકીને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. એ ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય.ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ગુજરાત અને તેમની તમામ વિકાસ યોજનાઓને આગળ ધપાવી છે. ગુજરાત પ્રગતિના પંથ પર છે અને તેના વિકાસના કામોનો ડંકો દેશ વિદેશમાં વાગી રહ્યો છે.

ગુજરાતની રચના સમયે વિધાનસભામાં 132 બેઠકો હતી, જે આજે 182 છે, રાજ્યના સૌપ્રથમ મુખ્યપ્રધાન ડોકટર જીવરાજ મહેતા હતા. દેશની જેમ જ રાજ્યમાં પણ કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. રાજ્યના લોકોએ 1971માં રાષ્ટ્રપતિ શાસનનો અનુભવ પણ કર્યો હતો. 1969માં કોમી રમખાણો, 1971માં પાકિસ્તાન સાથેના યુધ્ધ સમયની તંગ પરિસ્થિતિઓ પણ એ સમયની પેઢીઓએ જીવી અને જીરવી જાણી છે. સત્તાના કેન્દ્ર સમાન વિધાનસભા અમદાવાદથી ખસેડીને 1971માં ગાંધીનગર રાજધાની બની અને હાલનું વિધાનસભા બિલ્ડીંગ 1982માં બન્યું.

ગુજરાતના ઈતિહાસનું અન્ય એક યાદગાર રાજકીય આંદોલન એટલે નવનિર્માણ આંદોલન.ચીમનભાઈ પટેલનું રાજીનામું, રાષ્ટ્રપતિ શાસન, 1986નું અનામત આંદોલન આજે પણ રાજ્યના રાજકીય સમીકરણોમાં અલગ છાંટ ધરાવે છે. 1995માં ભાજપે પહેલીવાર શાસનઘૂરા સંભાળી, તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સામેનો તેમના સાથી શંકરસિંહ વાઘેલાનો વિદ્રોહ અને ખજૂરાહો કાંડ, 1998માં ફરથી કેશુભાઈના વડપણ હેઠળની ભાજપ સરકાર અને ફરીથી ઓકટોબર-2001માં કેશુભાઈને હટાવીને ભાજપ મોવડીમંડળે નરેન્દ્ર મોદીને ગુજરાતના સત્તાનું સુકાન સોપ્યું. આ પછી નરેન્દ્ર મોદી સતત ચાર ટર્મ સુધી જીતીને વિધાનસભામાં સરકાર ચલાવી અને ગુજરાતના વિકાસના મુદ્દાને આગળ કરીને દેશની સત્તા હાંસલ કરી હતી. આજે ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી આરુઢ છે. 

ગુજરાત રાજ્યએ કેટલીક અનિચ્છનીય ઘટનાઓનો સામનો પણ કર્યો છે. કોમી રમખાણો, દુષ્કાળ, મચ્છુ ડેમ દુર્ધટના, 2001નો ધરતીકંપ જેવી કુદરતી હોનારતો અને 2002માં ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદી હુમલો અને ગોધરામાં સર્જાયેલો સાબરમતી ટ્રેન હત્યાકાંડ અને તેને પગલે થયેલા કોમી રમખાણો આજે પણ ગુજરાતની તસવીરને ધૂમિલ કરે છે.

દેશ પરદેશમાં 2002ના કોમી રમખાણો અને તેમાં રાજ્ય સરકારની ભૂમિકા જેટલી વગોવાઈ એટલા જ ઝનૂનથી નરેન્દ્ર મોદીએ વિકાસની વાતો આગળ કરી રાજ્યની તાસીર અને તસવીર બદલવાનો પ્રયત્ન કર્યો. સતત બદબોઈનો મારો વેઠતાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય એજન્ડામાં હવે વાઈબ્રન્ટ ગુજરાતનો નારો પ્રમુખ બન્યો. 2002 પછી આજ સુધી રાજ્યમાં કોમી રમખાણો નહી થવા માટેનો યશ ખાટતી રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ દ્વારા પ્રગતિના પૈંડામાં તેલ ઉંજવાનું શરૂ કર્યું.

કેન્દ્રની ગ્રાન્ટ અને રાજ્ય સરકારના અમલ દ્વારા વિવિધ પ્રજાકીય યોજનાઓ ચલાવી. નર્મદાના પાણી પહોંચાડવાની યોજના પણ તેના અંતિમ ચરણમાં આવતાં ઘણે ઠેકાણે ખેતીમાં ઝડપી વિકાસ શકય બન્યો. અગિયાર વર્ષથી કુદરત પણ રાજી છે અને દુકાળ જેવી આપદા આવી નથી. પાણી, વીજળી વિના ટળવળવાની સ્થિતિ હળવી બનાવવામાં જે થઈ શકે તે ગમે તે રીતે કરવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાત પાણી અને વીજળીના મુદ્દે આત્મનિર્ભર બન્યું છે. જે સમગ્રપણે રાજ્યની પ્રગતિની ગતિ ચીંધે છે. ઈન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ માટે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સારું એવું આગળ છે. વેપાર-વાણિજ્યથી ધમધમતા રાજ્યના દરેક ઝોનમાં બે-ત્રણ શહેરોનો ધમધમાટ દેખીતો છે.

વૈશ્વિક મંદીના સમયમાં જ્યારે દેશ અને દુનિયાની ગતિ ધીમી પડી હોય ત્યારે ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ છે અને રાજ્યના ઈકોનોમિક ગ્રોથ રેટમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાત સ્ટેટ પ્લાનિંગ કમીશનના સત્તાવાર આંકડા મુજબ 1990માં ગુજરાતનો વિકાસ દર 4.8 ટકા હતો. જે 2006માં 6.9 ટકા થયો. 2008માં 11 ટકા થયો. જેણે રાજ્યની પ્રગતિનો ડંકો વગાડીને દેશભરમાં મુખ્યપ્રધાન મોદી સામેની ટીકાઓને ખાળી હતી. જો કે 2013-14માં વિકાસ દર સાડા આઠથી નવ ટકા આવી ગયો હતો. જો કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો વિકાસ દર ધીમો પડયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના ભંડારમાં ઈકોનોમીક ડેવલપમેન્ટમાં અનેક રેકોર્ડ સ્થાપિત કર્યા છે અને ગમે એટલી ટીકા કરવા છતાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં ગુજરાતે નંબર વનનું સ્થાન હાંસલ કરેલું છે તે હકીકત છે.

અલબત્ત ગુજરાતીઓ શાંતિપ્રિય અને વેપારિક સુઝબુઝ ધરાવતી પ્રજા તરીકે જાણીતી છે અને ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે તે પણ રાજ્યની પ્રગતિનું મુખ્ય એન્જિન છે તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છે. રીલાયન્સની જામનગર સ્થિત રીફાઈનરી દેશની ઈકોનોમીમાં મહત્વની બની ચૂકી છે. રાજ્યમાં ફર્ટીલાઈઝર, પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ, રીફાઈન્ડ ઓઈલ, કેમિકલ, સોડાએશ, સીમેન્ટ, ડેરી ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને નેનો તાણી લાવ્યા પછી ગુજરાત ઓટોમોબાઈલ હબ જેવી કેટલીક કલગીઓ શોભી રહી છે.

સુરતના ડાયમંડ અને યાર્ન ઉદ્યોગે પણ રાજ્યની પ્રગતિમાં ડંકો વગાડ્યો છે. સીધા વિદેશી રોકાણને ખેંચી લાવવા માટે સંપૂર્ણપણે કોર્પોરેટ સ્ટાઈલ અપનાવી વાઈબ્રન્ટ ગુજરાતના કોન્સેપ્ટે પણ રોજગારીમાં તકો ઉભી કરી આપી છે. ઔધોગિકની સાથે કૃષિક્ષેત્રમાં પણ તમાકુ, કપાસ, મગફળી જેવા રોકડિયા પાક અને ઘઉ, ચોખા, બાજરી, જુવાર જેવા ધાન્ય પાકોની ઉપજ વધી છે, જેમાં નર્મદા નીરે વધુ ભાગ ભજવ્યો છે, રાજ્યને મળેલો સોળસો કિલોમીટર લાંબો દરિયાકાંઠાનો વિકાસ પણ ઘણી રીતે ઈકોનોમીને સહાય કરી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા બહુહેતુક આયોજનો જેવા કે રણોત્સવ, ટુરીઝમ ડેવલપમેન્ટ, સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા લોકપ્રિય ધાર્મિક સ્થળોના વિકાસ, દીવ અને સાપુતારા જેવા ફરવાલાયક સ્થળોએ વધેલી સુવિધાઓ અને બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને રજૂ કરેલું "ખૂશ્બૂ ગુજરાત કી" નું ફુલગુલાબી ચિત્ર... વિદેશી પ્રવાસીઓને ગુજરાતમાં ફરવા આવતાં કરી દીધા છે, જેને પગલે ફોરેન ટુરિઝમમાં 14 ટકાનો વધારો જોવાયો છે.

ગુજરાત રાજ્ય આજે ભારત માટે વિકાસના મોડલ તરીકે ચર્ચામાં છે અને તેમાં સારાનરસા અનેક મુદ્દાઓ લોકમુખે અને જાણકારોમાં ચર્ચાતા રહે છે અને રહેશે. જો કે શાંતિ અને સમૃધ્ધિભર્યા ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન અન્યોના આધારે નહી પણ સ્વબળે ચરિતાર્થ કરવા સદાય મથતી રહેતી ગુજરાતી પ્રજા જ્યા જાય ત્યા સદાકાળ ગુજરાતનો તેનો માહોલ બનાવી જાણે છે તે ચોક્કસ કહી શકાય.

અત્રતત્રસર્વત્ર વસતાં સૌ ગુજરાતીઓને Khabarchhe.comની ટીમ તરફથી રાજ્યના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ...

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.