સુરતના નકલી શાહરૂખને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં 20 વર્ષની જેલ

PC: divyabhaskar.co.in

સુરત કોર્ટે બળાત્કારના કેસમાં વધુ એક સજા સંભળાવી છે. એક વર્ષ અગાઉ સચિનમાં રહેતી 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહરણ કરીને ભગાવી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં દોષીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. દોષી શાહરુખ ખાનનો મોટો ફેન છે. તેણે સુરતમાં ડુપ્લિકેટ શાહરુખ બની સોશિયલ મીડિયામાં રીલ્સ અને ફોટા મૂક્યા છે. ત્યારે સગીરાને આવી જ બધી સ્ટાઈલથી પોતાની સાથે લઇ જઈ દુષ્કર્મ આચરનાર નકલી શાહરુખને કોર્ટે સજા ફટકારી છે.

ગયા વર્ષે સુરતના સચિન વિસ્તારમાંથી 17 વર્ષીય સગીર વયની છોકરીને 50 વર્ષીય આધેડ અબ્દુલ હાસીમ માધી અપહરણ કરીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. લાજપોર નજીકના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા હોજીવાલા એસ્ટેટમાં જરીના કારખાનામાં કામ કરતી હતી. આ જ એસ્ટેટમાં 50 વર્ષીય દોષી અબ્દુલ પીડિતાને કંપનીની ગાડીમાં કંપનીએ લઈ જવાનું અને મૂકી આવવાનું કામ કરતો હતો. દોષી અબ્દુલ 8 ઑક્ટોબર 2022ના રોજ પીડિતાના ઘરે રિક્ષા લઈને લેવા ગયો હતો. જો કે, સાંજે 07:00 વાગ્યામાં સુધી પીડિતા ઘરે ન પહોંચતા પરિવાજનોએ તેની તપાસ હાથ ધરી હતી.

પીડિતા ન મળતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, દોષી પલસાણાના ફ્લાય ઓવરની નીચે રિક્ષા મૂકીને પીડિતાનું અપહરણ કરી ગયો છે. મોટી ઉંમરનો દોષી સગીરાને ભગાડી ગયો હોવાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી. જેથી અબ્દુલને પકડવા પોલીસે અગલ-અલગ ટીમો કામે લગાવી હતી. 3 દિવસમાં દોષી અબ્દુલને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો હતો. તેની સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અબ્દુલને સખતમાં સખત  સજા થાય તે પ્રમાણે ઊંડાણપૂર્વકની તપાસ કરી પુરાવાઓ ભેગા કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે દોષી સામેના બધા પુરાવાઓ ભેગા કરીને 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અબ્દુલની પોલીસે ધરપકડ કરી તેનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલ્યો હતો. કોર્ટમાં આ કેસનો એક વર્ષમાં નિર્ણય આવી ગયો છે. દોષીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સરકાર તરફથી દીપેશ દવેએ દોષીને કડક સજા થાય તેવી દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp