પિતાએ દીકરીને ખોટા પરીક્ષા કેન્દ્ર પર છોડી, PI તેને સાચા કેન્દ્ર પર લઈ ગયા

PC: navbharattimes.indiatimes.com

ગુજરાત બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે કચ્છ જિલ્લામાં કંઈક આવું જ બન્યું હતું. જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. પરીક્ષાના પહેલા દિવસે ભૂલથી પિતાએ પુત્રીને અન્ય પરીક્ષા કેન્દ્ર પર ઉતારી દીધી હતી. દીકરી પરીક્ષા કેન્દ્રની અંદર ગઈ અને તેનો રોલ નંબર શોધતી રહી. પરીક્ષા કેન્દ્ર પર ફરજ પર હાજર એક પોલીસ ઈન્સ્પેક્ટરની નજર તે છોકરી પર પડી. ઇન્સ્પેક્ટરે પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે, છોકરી ખોટા પરીક્ષા કેન્દ્ર પર આવી હતી અને તેના પિતા તેને છોડીને નીકળી ગયા છે, તેથી ઇન્સ્પેક્ટરે વધુ વિલંબ કર્યા વિના વિદ્યાર્થીની મદદ કરવાનું નક્કી કર્યું.

પોલીસ ઈન્સ્પેક્ટરે ત્યાં 20 કિલોમીટરનું અંતર ફક્ત 15 મિનિટમાં પૂરું કરીને છોકરીને તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર લઈ ગયા. પોલીસ ઈન્સ્પેક્ટરે વિદ્યાર્થીનીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર લાવવા માટે સરકારી વાહન અને લાઇટવાળા હૂટરનો ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં વિદ્યાર્થિનીનું એક વર્ષ ખરાબ થવાથી બચી ગયું હતું. આ પોલીસ ઈન્સ્પેક્ટરની ઓળખ ભુજ એ ડિવિઝનના PI J.V.ધોલા તરીકે થઈ છે. વિદ્યાર્થીનીની મદદ કરવા બદલ સોશિયલ મીડિયા પર પોલીસ ઈન્સ્પેક્ટરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી અને તેમણે પણ ટ્વિટર પર 'હેટ્સ ઓફ' લખીને વખાણ કર્યા હતા.

કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. અહીં એકબીજાના કેન્દ્રો અને નગરો વચ્ચેનું અંતર અન્ય શહેરો કરતાં ઘણું વધારે છે. આ રીતે ગાંધીધામમાં રહેતી 10મા ધોરણની વિદ્યાર્થીની નિશા જયંતિભાઈ સવાણી પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર આપવા ભુજ પહોંચી હતી. નિશાના પિતાએ તેને ભુજની માતૃછાયા શાળામાં મુકી દીધી હતી પરંતુ નિશાને પાછળથી ખબર પડી કે, પરીક્ષા R D વરસાણી હાઈસ્કૂલમાં આપવાની છે. તે માતૃછાયા શાળામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે નિશા પરેશાન થઇ ત્યારે PI J.P.ધોલા તેની મદદ માટે આગળ આવ્યા અને તેને યોગ્ય પરીક્ષા કેન્દ્ર પર લઈ ગયા. PIએ પણ વિદ્યાર્થીનીને યોગ્ય પરીક્ષા કેન્દ્ર પર લઈ જઈને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે નિશા માટે આ એક જિંદગીભર ન ભુલાય તેવી ઘટના બની ગઈ.

આ ઘટનાનો ફોટો વાયરલ થયા બાદ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા PI J.V.ધોલાએ જણાવ્યું હતું કે, 'હું ખુશ છું કે હું મારી દીકરીને પરીક્ષા કેન્દ્ર પર લઈ ગયો.' ધોલાએ કહ્યું કે, 'આ પહેલી ઘટના નથી, જ્યારે પણ મને લોકોની મદદ કરવાનો મોકો મળે છે, ત્યારે હું તે કરું છું. તેમણે તેમના જીવનમાં અનેક સેવાકીય કાર્યો કર્યા છે.' આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ ધોલાના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયાના આ ફોટો પર યુઝર્સની સકારાત્મક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. તે ખાખી યુનિફોર્મ પહેરવાવાળા J.V.ધોલાના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp