PMOના નકલી ઠગ ઓફિસર કિરન પટેલનું વધુ એક કારનામું બહાર આવ્યું, પાંચમી FIR

PC: indianexpress.com

વડાપ્રધાન કાર્યાલય (PMO) ના અધિકારી બનીને જમ્મૂ-કાશ્મીરમાં મોજ કરનારા ઠગ કિરન પટેલ વિરુદ્ધ વધુ એક કેસ દાખલ થયો છે. કિરન પટેલ ગુજરાતનો રહેવાસી છે. અહીં તેની વિરુદ્ધ પાંચમો કેસ દાખલ થયો છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં રહેતા હાર્દિક ચંદારાના નામના વ્યક્તિએ 15 એપ્રિલે કિરન પટેલ વિરુદ્ધ એક FIR દાખલ કરાવી હતી. તે અનુસાર, પટેલે ચંદારાના સાથે 3 લાખ 51 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. હાર્દિક અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એરએક્સ ઇવેન્ટ્સ નામની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. તેનો આરોપ છે કે, પટેલે G20 સમિટ સાથે સંકળાયેલા કાર્યક્રમની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરી. ઘટના આ વર્ષે જાન્યુઆરી મહિનાની છે.

હાર્દિકનું કહેવુ છે કે, કિરને અમદાવાદની એક પૉશ હોટેલમાં તેની પાસેથી છેતરપિંડીની રકમ લીધી હતી. તેણે પોલીસને જણાવ્યું, જાન્યુઆરી મહિનામાં પટેલ મારી પાસે આવ્યો અને જણાવ્યું કે 10 જાન્યુઆરીએ એક કાર્યક્રમ આયોજિત કરવાનો છે. પટેલે મારા વોટ્સએપ પર ગેસ્ટ લિસ્ટ મોકલી અને હયાત હોટેલમાં કાર્યક્રમ નિર્ધારિત કરવાની વાત કહી. તેણે એવુ પણ જણાવ્યું કે, તે PMO માં કામ કરે છે અને તેને કાશ્મીર વિકાસ પરિયોજનાનું કામ પણ આપવામાં આવ્યું છે.

ચંદારાનાએ આગળ જણાવ્યું કે, પટેલે તેને કાશ્મીરમાં થનારી એક મોટી મેડિકલ કોન્ફ્રેન્સનું કામ આપવાની વાત કહી હતી. પીડિતના જણાવ્યા અનુસાર, પટેલે તેને પોતાનો વિઝિટિંગ કાર્ડ પણ બતાવ્યો હતો, જેમા લખ્યું હતું કે, તે PMOમાં એડિશનલ ડાયરેક્ટર છે. વિઝિટિંગ કાર્ડમાં પટેલનું એડ્રેસ, 34, મીના બાગ ફ્લેટ, વિજ્ઞાન ભવનની સામે, જનપથ રોડ, નવી દિલ્હી- 110001 લખ્યું હતું.

FIRમાં ચંદારાનાએ જણાવ્યું કે, 8થી 10 ફેબ્રુઆરીની વચ્ચે મેડિકલ કોન્ફ્રેન્સની તૈયારી માટે તે શ્રીનગર ગયો હતો. તેને માટે તેણે પટેલની ફ્લાઇટ ટિકિટ અને હોટેલનું બુકિંગ પણ કર્યું હતું. તેનો કુલ ખર્ચ 60 હજાર રૂપિયા આવ્યો હતો. ચંદારાનાએ જણાવ્યું કે, પટેલે તેને શ્રીનગરમાં થનારી કોન્ફ્રેન્સનું વેન્યૂ પણ બતાવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરન પટેલની પત્ની માલિની પટેલની પણ ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે, તેણે પોતાના પતિ સાથે અમદાવાદના પૉશ વિસ્તારમાં બંગલો હડપી લીધો હતો.

કિરન પટેલ પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO) નો ટોપ અધિકારી બતાવતો હતો. એવુ જણાવીને, તેણે જમ્મૂ-કાશ્મીરના સમગ્ર સરકારી વિભાગને મૂર્ખ બનાવ્યો હતો. તે નકલી PMO અધિકારી બનીને જમ્મૂ-કાશ્મીર ગયો. ત્યાં મજા કરી, હર્યો-ફર્યો. હોટેલોમાં રોકાયો. આ દરમિયાન તેને પ્રશાસન તરફથી પર્સનલ સિક્યોરિટી પણ મળી. એટલું જ નહીં, આ ઠગે જમ્મૂ-કાશ્મીરના ઘણા ટોચના અધિકારીઓ સાથે ઘણી મીટિંગ પણ કરી નાંખી.

મીડિયા રિપોર્ટ અનુસાર, PMO નો એડિશનલ ડાયરેક્ટર બનીને કિરન પટેલ ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી કાશ્મીર ઘાટીમાં ફરી રહ્યો હતો. આ દરમિયાન તે ઉડીમાં LoC ની પાસે સેનાની કમાન પોસ્ટથી લઇને શ્રીનગરના લાલ ચોક સુધી જઈ આવ્યો. ગુજરાતના આ ઠગની પોલ ખુલ્યા બાદ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રની એજન્સીઓ પાસેથી પહેલા CIDએ કિરન પટેલ વિશે જાણકારી મેળવી. ત્યારબાદ તેને પકડી શકાયો. કિરન પટેલ મામલાની તપાસ ગુજરાત પોલીસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp