31 ફર્સ્ટની ઉજવણીને લઈને હર્ષ સંઘવીએ જાણો શું જાહેરાત કરી, આખા ગુજરાતમાં....

PC: facebook.com/sanghaviharsh

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના વિકાસમાં પ્રજાના સહયોગની વાત કરી હતી અને સાથે સાથે 31 ફર્સ્ટની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાની પણ વાત કરી હતી. ગૃહ મંત્રીએ કહ્યું કે આ વખતે આખા ગુજરાતમાં એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સ સામેની લડાઇને મજબુત કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવશે અને આ કીટનું મેં જાતે નિરિક્ષણ કર્યું છે એમ સંઘવીએ કહ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી વખત મજૂરા વિધાનસભા બેઠક પરથી બમ્પર જીત મેળવ્યા પછી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરી એકવાર હર્ષ સંઘવીને ગૃહ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. શનિવારે સુરત આવેલા હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વર્ષ 2022માં  આ શહેરના લોકોએ રાજ્યના વિકાસમાં એકતાના દર્શન કરાવ્યા છે. સંઘવીએ કહ્યુ કે, મને આશા  છે કે વર્ષ 2023માં પણ આપણે સાથે મળીને કામ કરીશું.

એ પછી હર્ષ સંઘવીએ ગુજરાતમાં  થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની સુરક્ષા વ્યવસ્થાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે,ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ જગ્યાએ નાકાબંધી કરી દેવામાં આવી છે. દારૂ પર કડક નિયંત્રણ રાખી રહ્યા છીએ. લો- એન્ડ ઓર્ડરની સ્થિતિનું પ્લાનીંગ કરી દેવામાં આવ્યું છે. જો કે ચૂંટણી પહેલાં નવરાત્રીના સમયે ગૃહ મંત્રીએ જે ઉત્સાહથી કહેલું કે નિયત સમયથી 5 મિનિટ પહેલાં પણ જો પોલીસ ગરબા બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. એવી ઉત્સાહિત વાત નવા વર્ષની ઉજવણી માટે કરી નહોતી.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતે ડ્રગ્સ સામેની લડાઇને મજબુત કરવા માટે ખાસ એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત આખા રાજ્યમાં કરવામાં આવશે. કીટમાં દારૂડિયાઓને સુંઘવાનું બ્રેથ એનેલાઇઝર પણ હશે.

ગૃહ મંત્રીએ સીધું કીધું નથી, પરંતુ તેમનો કહેવાનો મતલબ એવો કહી શકાય કે, પોલીસનો બંદોબસ્ત પુરતો ગોઠવાયો છે, એટલે આડાતેડા થયા કે ડ્રગ્સ-દારૂનું સેવન કર્યું તો જેલભેગા થશો.

એક પત્રકારે જ્યારે પુછ્યું કે સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે, તો હર્ષ સંઘવીએ પુછ્યું કે ક્યાં વેચાઇ છે? પત્રકારે સ્થળનું નામ આપ્યું તો, સંઘવીએ કહ્યું કે તમે જાણકારી આપી છે તો રાજ્ય સરકાર પગલા લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp