બેરેકના દરવાજાની લાકડી કાપીને 4 કેદી ફરાર, આણંદની બોરસદ સબ જેલની ઘટના

PC: twitter.com

આણંદ જિલ્લાની એક જેલમાંથી 4 કેદી જેલ તોડીને ફરાર થઈ ગયા. ઘટનાના ખુલાસા બાદ હાહાકારની સ્થિતિ છે. આણંદ જિલ્લાની બોરસદ સબ જેલથી ફરાર થયેલા કેદીઓમાંથી બે પ્રોહિબિશન (દારૂબંદી તોડવા) અને એક કેદી હત્યાનો આરોપી છે જ્યારે અન્ય એક રેપનો આરોપી છે. જેલથી ફરાર થયેલા કેદીઓની ધરપકડ માટે પ્રશાસને ઘણી ટીમ ડેપ્યુટ કરી છે. જો કે, અત્યાર સુધી જેલથી ફરાર થયેલા કેદીઓની જાણકારી મળી શકી નથી. આણંદ જિલ્લાની બોરસદ સબ જેલમાં બંધ કેદી બેરેક નંબર 3માંથી ભાગ્યા છે. કેદીઓએ બેરકના સળિયા નીચેની લકડીનો હિસ્સો કાપી નાખ્યો અને પછી રાત્રિના અંધારામાં લગભગ 02:00 વાગ્યે કેદી ચકમો આપીને 20 ફૂટ ઊંચી દીવાલથી કૂદીને ફરાર થઈ ગયા.

જાણકારીમાં સામે આવ્યું છે કે લાકડી કાપ્યા બાદ તેમણે લોખંડના રૉડ પણ કાઢી દીધા હતા. ત્યારબાદ બહાર આવ્યા અને પછી રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવીને જેલ તોડવાની ઘટનાને અંજામ આપ્યો. બોરસદ સબ જેલથી અગાઉ પણ ઘણા કેદીઓના ભાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. હાલામાં જિલ્લાભરની પોલીસ ફરાર કેદીઓની શોધખોળ કરી રહી છે. અત્યાર સુધી આણંદની જેલ તોડવાની ઘટના પર રાજ્યના જેલ વિભાગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ન તો જેલ વિભાગે બેદરકારી રાખવા પર કોઈ કાર્યવાહી કરી છે.

એક અધિકારીએ કહ્યું કે, ફરાર થયેલા કેદીઓમાંથી એકને હાલમાં જ એક કોર્ટે જામીન આપી દીધા હતા, એવામાં એ સ્પષ્ટ નથી કે તેણે કયા કારણે આ પગલું ઉઠાવ્યું. ઉલ્લેખનીય આ પહેલી વખત નથી જ્યારે બોરસદ સબ જેલમાં એવી ઘટના થઈ છે. આ જ સબ જેલમાંથી વર્ષ 2004માં 10 કેદી ભાગી ગયા હતા. જ્યારે વર્ષ 2018માં બે અલગ અલગ ઘટનાઓમાં 3 કેદી જેલમાંથી ભાગી ગયા હતા.

લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે, સબ જેલમાં ફરજ પર હાજર પોલીસકર્મી નિંદ્રાધિન હતા, ત્યારે આ ઘટના બની હતી. બેરેક નંબર-3માં 7 કાચા કામના કેદીઓ હતા જેમાંથી 4 કેદીઓ ભાગ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસકર્મી બેરેક નંબર-1માં હતા જેમાંથી એક ગાર્ડ કુદરતી હાજતે ગયો હતો. જ્યાંથી પાછા આવ્યા બાદ ફરીથી ગાર્ડે ચેકિંગ કરતા બેરેક નંબર-3ના લોખંડના સળિયા વાળીને ઉંચા કર્યા હોવાનું જોવા મળતા તેણે અન્ય કર્મીઓને જાણ કરી હતી. જેથી અન્ય પોલીસકર્મી બેરેક પર દોડી આવ્યા હતા. જો કે તે અગાઉ જ ચારેય કેદીઓ ફરાર થવામાં સફળ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp