મેટ્રીમોનિયલ સ્કેમઃ ડૉક્ટર-ઈજનેર બની 100 યુવતીઓ પાસેથી પડાવ્યા લાખો રૂપિયા
વડોદરા પોલીસે 1-2 નહીં બલ્કે 100 યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી દગો આપનારા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પ્રેમમાં પોતાને દગો મળ્યા પછી આ વ્યક્તિએ પાછલા 8 વર્ષોમાં મેટ્રીમોનિયલ સાઇટના માધ્યમે યુવતીઓને ફસાવી હતી. આ યુવકે વડોદરા જ નહીં બલ્કે દેશના અનેક ભાગોમાં રહેનારી યુવતીઓ સાથે પ્રેમભરી વાતો કરી તેમની પાસે રૂપિયા પડાવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે પોલીસને પાંચ દિવસની રિમાન્ડ આપી છે. પોલીસ અનુસાર, યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના રૂપિયા પડાવનાર આ ઠગ વ્યક્તિ સાથે પૂછપરછ કરવામાં આવશે.
નામ બદલી ઠગતો હતો
વડોદરા પોલીસને મેટ્રીમોનિયલ સાઇટ દ્વારા ઠગી કરવાની અમુક ફરિયાદો મળી હતી. પોલીસની સાઈબર ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આની તપાસ કરી તો એક પ્રકારના મોડ્સ ઓપરેંડી સામે આવ્યા. ત્યાર પછી પોલીસે ધ્યાનથી તપાસ કરી તો તેમને રોહિત સિંહ નામના યુવક વિશે જાણ થઇ. ક્રાઈમ બ્રાન્ચના ACP હાર્દિક માકડિયા પ્રમાણે, આરોપીનું નામ રોહિત સિંહ છે. તેણે ગુજરાત નહીં બલ્કે આખા દેશની 100થી વધારે યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે. પ્રેમમાં દગો થયા પછી આરોપીને યુવતીઓથી નફરત થઇ ગઇ હતી. તે પાછલા 8 વર્ષોથી યુવતીઓને બ્લેકમેલ કરી દગો આપી રહ્યો હતો.
આરોપીએ લાખો રૂપિયાની કમાણી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તે નામ બદલીને પોતાની પ્રોફાઇલ બનાવતો હતો. જેમાં પોતાને જજ, ડૉક્ટર, એન્જિનિયર અને બિઝનેસમેન બતાવતો હતો. યુવતીઓને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા પર મોંઘી કારો સાથેની તસવીરો પોસ્ટ કરતો હતો. ત્યાર પછી યુવતીઓ સાથે સંપર્ક બનાવી તેમની પ્રાઈવેટ તસવીરો લઇ તેમને બ્લેકમેલ કરતો હતો. વડોદરા પોલીસે આ વ્યક્તિની ભોપાલથી ધરપકડ કરી છે.
ACP હાર્દિક માકડિયાએ કહ્યું કે, આરોપી રોહિત પોતાને સોશિયલ મીડિયા પર બિઝનેસમેન ગણવાતો હતો. તો કોઇ કોઇને તે પોતાનો પરિચય જજ અને અધિકારીના રૂપમાં આપતો હતો. થોડા દિવસ પહેલા વડોદરા પોલીસમાં એક મહિલાએ લાખો રૂપિયાની ઠગાઇનો કેસ દાખલ કરાવ્યો હતો. દોસ્તી અને પ્રેમજાળમાં ફસાવી તે મહિલાઓની અમુક અંગત તસવીરો મગાવતો હતો. આ તસવીરો દ્વારા તે પીડિતાઓને બ્લેકમેલ કરતો અને પૈસાની માગણી કરતો. હાલમાં પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસ પૂછપરછમાં આરોપીએ તેનો ગુનો કબૂલ કરી લીધો છે. આની પાછળ તેણે પ્રેમમાં દગો મળવાનું કારણ આપ્યું છે. પોલીસ અનુસાર, આરોપી રોહિત સિંહ એક યુવતીને પ્રેમ કરતો હતો. આ દરમિયાન તેણે યુવતી પાછળ દોઢ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પણ પછી યુવતીએ કોઇ વાતથી નારાજ થઇ તેને છોડી દીધો. આ વાતથી રોહિત નારાજ થયો અને તેણે બદલાની ભાવનામાં યુવતીઓને દગો આપી તેમને લૂટવાનું શરૂ કરી દીધું. પોલીસ અનુસાર, આરોપી ભણેલો છે અને ટેકસેવી પણ છે. આનો ફાયદો ઉઠાવતા તેણે મેટ્રોમોનિયલ સાઇટથી યુવતીઓના સંબંધમાં જાણકારીઓ ભેગી કરી તેમની સાથે મિત્રતા કરી તેમને પ્રેમમાં ફસાવતો હતો. ત્યાર બાદ ડરાવી ધમકાવીને તેમની પાસેથી પૈસાની માગણી કરી તેમને લૂટી લેતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp