જે વ્યક્તિ કૌભાંડનો પર્દાફાશ કરવાની વાત કરે છે તે હવે પાંજરામાં છે: સીઆર પાટીલ
ભાવનગર ડમીની ઘટનાને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. હવે BJPના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું કે, જે વ્યક્તિ કૌભાંડનો પર્દાફાશ કરવાની વાત કરે છે તે વ્યક્તિ હવે પાંજરામાં છે અને તે પોતે પણ અનેક કૌભાંડમાં સંડોવાયેલો છે. તેણે ઘણા નિર્દોષ લોકોને ત્રાસ આપ્યો છે અને દોષિતો પાસેથી પૈસા પડાવી લીધા છે. AAP સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતાનું નામ લીધા વિના પાટીલે કહ્યું કે, મને આશા છે કે તપાસમાં બીજા ઘણા નામો પણ સામે આવશે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરશે અને કયા કેસમાં તેની કેટલીક સંડોવણી છે તે શોધી કાઢશે.
ભાવનગર ડમી કાંડની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડ ખોલવાનું કહી રહ્યો હતો. તે પાંજરામાં છે (ધરપકડ હેઠળ). પાટીલે કહ્યું કે, પોલીસની તપાસમાં સત્ય બહાર આવી રહ્યું છે. પાટીલે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમારના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકીય લોકો માટે આરોપ લગાવવા સરળ છે, પરંતુ તપાસમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી. આ ડમી કેસની તપાસ કરી રહેલા ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મળેલા 1 કરોડ રૂપિયાના પુરાવા એકત્ર કર્યાનો દાવો કર્યો છે. આ માટે SOGએ CCTV ફૂટેજ, CDR અને વોટ્સએપ ચેટ કબજે કર્યા છે.
વિદ્યાર્થી નેતા અને AAPના યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતની સરકારી પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોનો ઉપયોગ કરવાના મામલાને ઉજાગર કર્યો હતો. ત્યાર પછી જાડેજાના નજીકના સાથી વિપિન ત્રિવેદીએ પૈસા લઈને કેટલાક ડમી ઉમેદવારોના નામ છુપાવ્યા હોવાનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી હતી. આરોપ છે કે વિદ્યાર્થી નેતાએ ડમી કાંડ અંગે કેટલીક માહિતી રાખી હતી અને કેટલીક છુપાવી હતી, જેના બદલામાં તેણે એક કરોડ રૂપિયા લીધા છે. પોલીસ હવે ડમી કેસની સાથે આ આરોપોની પણ તપાસ કરી રહી છે. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લીધા છે. કોર્ટે ભાવનગર SOGને સાત દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. તો જ્યારે આ વિદ્યાર્થીનેતાએ ભાવનગર SOG સમક્ષ હાજર થવા પહેલા સામે આવ્યા હતા, અને પોતાને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ પોલીસનો એવો દાવો છે કે, તેમને તેના વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp