અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘી વપરાતું, પકડાયા, હવે મોહનથાળ કોણ બનાવશે?

PC: twitter.com

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અંબાજીના મંદિરમાં પ્રસાદ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થવાના સમાચારે ખળભળાટ મચાવેલો છે. ભાદરવી પૂનમના મેળામાં જ્યારે લાખો ભક્તો માતાના દર્શન માટે આવતા હોય ત્યારે પ્રસાદ માટે એક ખાનગી કંપની સાથે ઘીનો પુરવઠો પુરો પાડવા માટે કોન્ટ્રેકટ થયો હતો, પરંતુ તેણે તો અમૂલના લેબલ વાળા ડબ્બામાં નકલી ઘી ભેળવીને મંદિરને પુરુ પાડ્યું હતું.હવે સવાલ એ છે કે તો હવે અંબાજી મંદિરમાં મોહનથાળ કોણ બનાવશે?

ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને ઘીના સેમ્પલ ભેગા કરીને ટેસ્ટ માટે મોકલ્યા હતા જે બધા ફેઇલ થઇ ગયા હતા. મોહિની કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ફરિયાદ થયા પછી મોહિની કેટરર્સે કહ્યુ હતું કે તેમણે અમદાવાદની નીલકંઠ ટ્રેડસ પાસેથી ઘી ખરીદ્યુ હતું. AMCએ નીલકંઠ ટ્રેડર્સ પર દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો માલિક જતીન શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

અંબાજી મંદિર મોહનથાળ પ્રસાદ મામલે વહીવટદાર સિદ્ધી વર્માએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, અંબાજી મંદિર ટ્રસ્ટે મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યૂ કર્યું નહોતું. પ્રસાદ બનાવવા માટેનું ટેન્ડર 30 સપ્ટેમ્બરે પુરુ થયું હતું.હવે ઉચ્ચઅધિકારીઓની મિટીંગ મળ્યા બાદ નક્કી કરવામાં આવશે કે કોને ટેન્ડર આપવું.

બનાસકાંઠાના જિલ્લા કલેકટર વરૂણ કુમાર બરનવાલે કહ્યુ હતું કે અંબાજી મંદિરમાં ઘીના સેમ્પલ ફેઇલ થયા પછી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોહિની કેટરર્સને પ્રસાદ ઘરથી દુર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે અને હવે અંબાજી મંદિરની ટીમ જાતે જ મોહનથાળ બનાવવાનું કામ કરશે. કલેકટરે વધુમાં કહ્યુ હતું કે, અત્યારે કોઇ એજન્સીને કામ સોંપવામાં આવ્યું નથી.

કલેકટરનું કહેવું છે કે ભાદરવી પૂનમ મેળામાં ભક્તોને શુદ્ધ ઘીનો જ પ્રસાદ આપવામાં આવ્યો હતો. જે ઘીના સેમ્પલ લેવાયા હતા તેનો ઉપયોગ પ્રસાદ બનાવવામાં થયો નથી.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં દર વર્ષે ભાદરવૂ પૂનમના મેળાનું આયોજન થાય છે. આ વખતે 29 સપ્ટેમ્બરથી ભાદરવૂ પૂનમનો મેળો શરૂ થયો હતો જે 7 દિવસ સુધી ચાલ્યો હતો.આ 7 દિવસમાં લગભગ 45 લાખ લોકો માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને મંદિરને 4.61 કરોડ રૂપિયાની આવક થઇ હતી.

ગુજરાત ફુડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સેમ્પલ ફેઇલ થયા પછી ઘીના 180 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp