BJP MLA કુમાર કાનાણીએ ટ્રાફિકકર્મીને ખખડાવ્યો, ઈટાલિયાએ આપી દીધી MLAને આ ચેલેન્જ

ભાજપના સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીના ફરી ચર્ચામાં છે. કુમાર કાનાણીનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ ટ્રાફિક બ્રિગ્રેડના એક જવાન પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ વીડિયો પર હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પલટવાર કર્યો છે.
ગુજરાતના પૂર્વ મંત્રી અને વરાછામાં ‘કાકા’ના નામથી જાણીતા કુમાર કાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો પર આમ આદમી પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કુમાર કાનાણી સામે પ્રહાર કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ કુમાર કાનાણીને પુછયું કે આવી ગુંડાગર્દી કરવા માટે તમને કેટલાં રૂપિયા પગાર મળે છે?
ઈટાલિયાનો આ ગુસ્સો કાનાણીએ રસ્તા પર ઊભેલા TRB (ટ્રાફિક બ્રિગેડ)ના જવાનને ધમકી આપતા વાયરલ વીડિયોને લઈને ફાટી નીકળ્યો છે. આ વીડિયોમાં કાનાણી પોતે સ્કૂટર પર છે અને પછી નીચે ઉતરીને તે TRB જવાન પાસે જાય છે અને તેની સાથે દુર્વ્યવહાર કરે છે. ઇટાલિયાએ આ વીડિયો પર કુમાર કાનાણી પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે ભ્રષ્ટ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા રોડ પર TRB જવાનને થપ્પડ મારવાની વાત કરીને દાદાગીરી કરી રહ્યા છે.
વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કારાણી વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ચોથી વખત જીત મેળવીને કાનાણી વિધાનસભા પહોંચ્યા હતા.વરાછા રોડ પર ઉભેલા એક TRB જવાન સામે કાનાણી નારાજગી વ્યકત કરતા અને ધમકી આપતા નજરે પડે છે.
કુમાર કાનાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી કેટલાંક લોકોએ તેમની કામગીરીની સરાહના કરી છે અને કહ્યું કે ધારાસભ્ય હોવા છતા તેઓ સામાન્ય નાગરીકની જેમ રહે છે. જો કે બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ કુમાર કાનાણીને આડે હાથે લીધા છે.
ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા રોડ પર TRB જવાનને થપ્પડ મારવાની અને ધમકી આપવાની વાત કરી છે. તો મારે કુમાર કાનાણીને પુછવું છે કે તમારી ભ્રષ્ટ ભાજપ સરકાર એ ગરીબ છોકરાને ગરમીમાં શેકાવા માટે કેટલો માટે કેટલો પગાર આપે છે? અને તેને ધમકાવવા માટે તમને કેટલો પગાર મળે છે? ઇટાલિયાએ આગળ લખ્યુ કે, જો તમારે તમારો રોફ જ જમાવવો હોય તો વરાછામાં ચાલતા દારૂના અડ્ડા પર બતાવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp