26th January selfie contest

ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારનો અકસ્માત થયો, ગાડીમાંથી 11 પેટી દારૂ મળ્યો

PC: abplive.com

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અને સરકાર વારંવાર કડક અમલની વાત કરવા છતા બુટલેગરો દારૂના વેપલા માટે જાતજાતના પેંતરા કરતા જ રહે છે, કોઇક વાર શાકભાજીની આડમાં કે કોઇક વાર દુધની આડમાં એવા જાત જાતના પેંતરા બહાર આવે છે, પરંતુ પોલીસને એવી કારમાં દારૂ મળ્યો જેની પાછળ ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું. આમ તો પોલીસને આ કારમાંથી દારૂ નહીં મળતે, પરંતુ થયું એવું કે પાછળના ભાગે ગુજરાત ગર્વમેન્ટ લખેલી કારને અકસ્માત નડ્યો, તેમાં પોલ ખુલી અને પોલીસને 11 પેટી વિદેશી દારૂ મળી આવ્યો.

જાણવા મળેલી વિગત મુજબ બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં લાલ અક્ષરે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારનો એક રાહદારી સાથે અકસ્માત થયો હતો. અકસ્માત થયો એમાં પોલીસે તપાસ કરી તો ગાડીમાંથી 11 પેટી ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બેની અટકાત કરી છે. આ કાર ગાંધીનગરનો કોઇ સચિવની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બીજા એક કિસ્સાની વાત કરીએ તો અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી પોલીસ કમિશ્નર કચેરીના થોડા અંતરે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી એક આખી ટ્રક પકડી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફરી થતી હતી ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી હતી અને 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતા ઝડપાઇ ગઇ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ રાજ્યમાં જ્યાં પણ માહિતી મળે ત્યાં દરોડો પાડી શકે છે, જેને કારણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનનોની ઉંઘ હરામ થઇ જાય છે.

ત્રીજા એક કિસ્સાની વાત કરીએ તો ગીરગઢતા તાલુકાના બેડીયા ગામની સીમમાં એક કુખ્યાત બુટેલગર વાડીમાં મોટા પાયે દારૂ ઉતારી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ દરોડા પાડ્યા હતા અને 324 વિદેશી દારૂની પેટી કબ્જે કરી હતી, જેની કિંમત 15 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે બે બુટલેગરોની ધરપકડ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે બેડીયા ગામમાં જે દારૂ પકડાયો હતો તેને દમણથી મોકલવામાં આવ્યો હતો. બુટેલગરોએ એવું તરકીબ અજવામી હતી કે વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં એક ખાડો ખોદોની 6 બાય 4ની સાઇઝના ચોરખાના બનાવીને વિદેશી દારૂ સંતાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp