કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન પર સરકારનું રાહત પેકેજ, 23000 રૂપિયા...

PC: twitter.com/Bhupendrapbjp

ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકારે પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર કૃષિ અને બાગાયતી પાકને થયેલા નુકસાન માટે પ્રતિ હેક્ટર 23 હજાર રૂપિયાની મદદ આપશે. રાજ્ય સરકારે આ નિર્ણય ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં કરી હતી. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાકોની જાણકારી આપીલ તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.

આ વર્ષે કમોસમી વરસાદથી પાક નુકસાની માટે ખેડૂતો માટે વિશેષ પેકેજ આપવાનો નિર્ણય લીધો છે. પ્રભાવિત ખેડૂતોને અત્યાર સુધીની મહત્તમ સહાયતા આપવામાં આવશે. સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું આંકલન કરાવવા માટે જિલ્લા સ્તર પર સરવે કરાવ્યા હતા. ત્યારબાદ સરકારે ઘઉં, ચણા, સરસવ, કેળાં અને પપૈયાં જેવા પાકો માટે 3,500 રૂપિયા સિવાય, 23 હજાર પ્રતિ હેક્ટરની કુલ સહાયતા સાથે 9,500 રૂપિયાની વધારાની સહાયતા પ્રદાન કરવામાં આવશે.

પટેલે કહ્યું કે, કેરી, લીંબું જમરૂખ જેવા બાગાયતી પાકોમાં 33 ટકાથી વધારાનું નુકસાન પર 18,000 ઉપરાંત 12,600 એમ કુલ 30,600 રૂપિયા પ્રતિ હેક્ટરની રકમ પ્રદાન કરવામાં આવશે. રાજ્યના 13 જિલ્લા રાજકોટ, જુનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, બનાસકાંઠા, સુરત, કચ્છના 48 તાલુકામાં પાક નુકસાન થયું છે. અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ હતા, જેમાં પ્રશાસનિક વ્યવસ્થા દ્વારા કરવામાં આવેલા આંકલન સાથે સાથે ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જનપ્રતિનિધિઓના રીપ્રેઝન્ટેશન લેવામાં આવ્યા હતા.

આ રજૂઆતોના આધાર પર રાજ્ય સરકારે વિશેષ કેસોમાં ખેડૂતોની મદદ માટે SDRF માપદંડો સિવાય રાજ્યના બજેટથી ટોપ-અપ સહાયતા દરોમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિની જાહેરાત કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) તરફથી પણ પેકેજની માગ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉનાળામાં ગરમીનો પારો ઉચકાશે નહીં. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધવાની શક્યતા નહિવત છે.  થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp