અમદાવાદના અમિત શાહના ઘરની વધશે સુરક્ષા, 24 લાખના ખર્ચે જાણો શું થવાનું છે

PC: twitter.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત આવાસની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું અમવાદના થલતેજ વિસ્તારમાં ઘર છે. આ ઘરની સુરક્ષા વધારવા માટે એક વ્યૂ કટર (દૃશ્ય અવરોધક) લગાવવામાં આવશે. વ્યૂ કટર લગાવવા માટે અમવાદ શહેરી વિકાસ ઓથોરિટી (AUDA)એ ટેન્ડર જાહેર કર્યું છે. ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ, વ્યૂ કટરને સુરક્ષાની ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવશે.

તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અમદાવાદમાં આ પહેલો મામલો છે જ્યારે કોઈ VVIPની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વ્યૂ કટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાથી સાંસદ છે. તેઓ સંસદીય ક્ષેત્રથી વિકાસ કાર્યોની ગતિવિધિઓમાં હિસ્સો લેવા સાથે બીજા કાર્યક્રમો માટે અમદાવાદ આવતા રહે છે. રિપોર્ટ્સ મુજબ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ થલતેજ વિસ્તારમાં સ્થિત કેન્દ્રીય ગૃહ મંત્રીના આવાસની સુરક્ષા સખત કરવા માટે પોલીસને આગ્રહ કર્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ અને AUDAના અધિકારીઓના સંયુક્ત નિરીક્ષણના વ્યૂ કટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના રિપોર્ટ બાદ અમદાવાદ શહેરી વિકાસ ઓથોરિટીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આવસની સુરક્ષા માટે વ્યૂ કટર લગાવવાનું ટેન્ડર જાહેર કર્યું છે. આ ટેન્ડર 24.82 લાખ રૂપિયાનું છે. વ્યૂ કટર હેઠળ ઈમારતના સીધા વ્યૂને બાધિત કરવામાં આવે છે.

દિલ્હીમાં તમામ રક્ષા પ્રતિષ્ઠાનો અને VVIP આવાસો પર વ્યૂ કટર લગાવવામાં અવે છે જેથી સામાન્ય સ્થિત કોઈ અનિચ્છનીય વસ્તુના પ્રવેશને રોકી શકાય. એટલું જ નહીં, દૂરથી ઇમારતની અંદરની ગતિવિધિઓ પર નજર ન રાખી શકાય. ઘણી વખત વ્યૂને રોક્યા બાદ દીવાલની ઊંચાઈ પણ વધારવામાં આવે છે. જરૂરિયાત પડવા પર અસ્થાયી રીતે ફેન્સિંગ પણ લગાવવામાં આવે છે. તેમાં શીટ્સ અને બીજા મટિરિયલનો પ્રયોગ કરવામાં આવે છે.

મોટા ભાગના મામલે દેશની મોટી લેબ્સ, અનુસંધાન સંસ્થાઓ કે VVIP આવાસોમાં આ પ્રકારનું વ્યૂ કટર સિસ્ટમ લગાવવામાં આવે છે. કોઈ ભવન કે સ્થાનથી સીધા VVIP ભવનમાં જોવા માટે બેરિયર બનાવવામાં આવે છે, તેને વ્યૂ કટરના નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે એક VVIP ઇમારત ઊંચી દીવાલોથી ઘેરાયેલી હોય છે, પરંતુ એ મામલામાં ખતરનાક છે જ્યાં બીજી ઊંચી ઇમારતોથી નીચલી-ઊંચાઈવાળા આવાસ સ્થળથી સીધા જોઈ શકાતા હોય કે જ્યાં તેની અંદરના લોકોની અવર-જવર જોઈ શકાય છે. એ સુરક્ષાના હિસાબે ખતરનાક હોય શકે છે એટલે VVIP ઇમારતોને આ પ્રકારના પ્રત્યક્ષ દૃશ્યથી બચવા માટે લગાવવામાં આડને વ્યૂ કટર કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp