અમદાવાદમાં 'પઠાણ'ના વિરોધમાં બજરંગ દળનો હોબાળો, મોલમાં ફાડ્યા શાહરૂખના પોસ્ટર

PC: twitter.com/Bajrangdal_Guj

શાહરુખ ખાન અભિનીત ફિલ્મ 'પઠાણ'નું ફેન્સ કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે, પરંતુ 'પઠાણ' રીલિઝ થવા અગાઉ અમદાવાદના મોલમાં મૂવી પ્રમોશનને લઇને હોબાળો થઇ ગયો છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ થિયેટર પહોંચીને ખૂબ તોડફોડ કરી હતી. 4 જાન્યુઆરીના રોજ અમદાવાદથી એક ખૂબ જ શૉકિંગ વીડિયો સામે આવ્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ અમદાવાદના આલ્ફાવન મોલમાં પહોંચીને ફિલ્મ 'પઠાણ'ને લઇને ભારે વિરોધ કર્યો.

તેની સાથે જ શાહરુખ ખાનના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. મોલની અંદર ભરાયેલા બજરંગ દળના કાર્યકર્તા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મને લઇને ખૂબ ગુસ્સામાં નજરે પડ્યા. મોલની અંદર કાર્યકર્તાઓ 'પઠાણ'ના પોસ્ટર ફાડતા અને તોડતા જોવા મળ્યા. વિરોધ પ્રદર્શન સાથે જ બજરંગ દળના કાર્યકર્તાઓએ 'પઠાણ' રીલિઝ ન કરવા માટે ચેતવણી પણ આપી છે. મોલમાં હોબાળા બાદ ત્યાં લોકો ડરેલા નજરે પડ્યા.

બજરંગ દળના અધ્યક્ષ જ્વલિત મેહતાનું કહેવું છે કે, દીપિકા પાદુકોણે જે કપડાં પહેર્યા છે, તેનો વિરોધ કરીએ છીએ. 'પઠાણ' જે ફિલ્મ છે તે લવ-જિહાદને પ્રોત્સાહન આપે છે. એટલે અમે આ ફિલ્મને રીલિઝ થવા નહીં દઇએ. 12 ડિસેમ્બરના રોજ 'પઠાણ' ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રીલિઝ કરવામાં આવ્યું હતું. આ સોંગમાં દીપિકા પાદુકોણની ભગવા રંગની બિકિની પર વિવાદ ઊભો થઇ ગયો છે. ઘણા સંગઠનોનું કહેવું છે કે, ભગવો રંગ આસ્થાનું પ્રતિક છે.

ભગવા રંગની બિકિની પહેરીને દીપિકા પાદુકોણે આસ્થાનું અપમાન કર્યું છે. બેશરમ રંગ રીલિઝ થયા બાદ જ 'પઠાણ'ને લઇને ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે, હાલમાં જ સેન્સર બોર્ડે 'પઠાણ' ફિલ્મમાં બદલાવના આદેશ આપ્યા છે.CBFCના ચેરપર્સન પ્રસૂન જોશીએ 'પઠાણ'ને લઇને કહ્યું કે, સેન્સર બોર્ડ હંમેશાં જ ક્રિએટિવિટી અને દર્શકોની સંવેદનશીલતાને બેલેન્સ બનાવી રાખવાનો પ્રયત્ન કરે છે એટલે 'પઠાણ'માં પણ જરૂરી બદલાવ કરવામાં આવશે.

બેશરમ રંગને લઇને અત્યાર સુધી ઘણા લોકો ઘણું બધુ કહી ચૂક્યા છે. જો કે, અત્યાર સુધી તેના પર મેકર્સ કે પછી શાહરુખ અને દીપિકા તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી શાહરુખ સતત પોતાના અંદાજમાં 'પઠાણ'નું પ્રમોશન કરે છે. અહીં સુધી કે રીલિઝ અગાઉ જ વિવાદ ફિલ્મના સોંગને વધારે ફાયદો થતો દેખાઇ રહ્યો છે. તમામ વિવાદો છતા બેશરમ રંગ’એ માત્ર 10 દિવસમાં 100 મિલિયન વ્યૂઝ હાંસલ આકરી લીધા હતા. બુધવારે જ શાહરુખ ખાને #AskSRK સેશન કર્યું હતું, જેમાં તેણે ફેન્સ અને ટ્રોલ્સને જવાબ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp