ગુજરાતની એક અંગ્રેજી માધ્યમની શાળામાં હિંદુ બાળકોને નમાઝની ટ્રેનિંગથી બબાલ

PC: aajtak.in

મહેસાણાની એક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં બકરી ઇદના દિવસે ઉજવણી રાખવામાં આવી હતી. આ દરમિયાન બાળકોને બકરી ઇદના તહેવાર વિશે જાણકારી આપવામાં આવી હતી. બાળકોને નમાઝ કેવી રીતે અદા કરવામાં આવે તે વિશે શિખવાડવામાં આવ્યું હતું.જ્યારે બાળકોના પેરેન્ટ્સ પાસે બાળકોની નમાઝ કરતી તસ્વીરો પહોંચી તો તેમણે હંગામો મચાવી દીધો હતો. હિંદુ સંગઠને શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મહેસાણાની એક ખાનગી શાળામાં બકરી ઇદની ઉજવણીને લઈને હોબાળો થયો હતો. આરોપ છે કે બકરી ઇદના અવસર પર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન હિંદુ બાળકોને નમાજ અધા. આ વાતની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં આ ઘટનાને લઈને હિંદુ સંગઠનો પણ ઉશ્કેરાયા હતા. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પણ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી કિંગ્સ કિંગડમ સ્કૂલમાં નાનાં બાળકો થકી બકરી ઈદની કરાયેલી ઉજવણીના ફોટા ગુરુવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં થયેલા વિવાદને વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ પ્રસરતાં સ્કૂલની મહિલા સંચાલિકાએ વાલીઓ પાસે લેખિતમાં માફી માંગી હતી.

જ્યારે મહેસાણાની શાળામાં હિંદુ બાળકોને નમાઝની ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાની વાત સામે આવી તો બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો શાળા બહાર ભેગા થયા હતા અને શાળા સંચાલકો વિરુદ્ધ સુત્ર્ચોચ્ચાર કર્યા હતા. હિંદુ સંગઠનોના કાર્યકરોએ શાળા બહાર રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કર્યા હતા.

વિવાદ વધવાને કારણે શાળાના માલિક રાશી ગૌતમે કહ્યું કે, તેઓ પોતે હિંદુ છે અને તેમણે મુસ્લિમ ધર્મને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું નથી.તેમણે કહ્યુ કે, દેશમાં જે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તે વિશે બાળકોને માહિતગાર કરવા માંગતી હતી એટલે શાળામાં બકરી ઇદની ઉજવણી રાખી હતી.

શાળા બહાર હંગામો વધી જવાને કારણે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.શાળા સંચાલકોએ માફી પણ માંગી લીધી હતી. હિંદુ સંગઠનોએ શાળા સંચાલકોને ચેતવણી આપી હતી કે આવા પ્રકારના આયોજનો શાળામાં બીજી વખત ન કરવામાં આવે.

આવા અનેક વિવાદો વારંવાર સામે આવતા રહે છે, ઉત્તર પ્રદેશની એક શાળામાં પાઠ્યપુસ્તકમાં બાળકોને A ફોર અબ્બા શીખવાવમાં આવતુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp