રાજીનામા બાદ પ્રદિપસિંહ વાઘેલા બોલ્યા- પાર્ટી મંજૂરી આપશે તો...
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી તાકતવાન પ્રદેશ મહામંત્રી રહેલા પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામાં પર મૌન તોડતા કહ્યું કે, જો પાર્ટી મંજૂરી આપશે તો મારા પર આરોપ લગાવનારાઓ વિરુદ્ધ કેસ નોંધાવીશ. પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલને બદલીને કાર્યકર્તા કરી દીધું છે. રાજીનામું આપવાના સવાલ પર તેમણે કહ્યું કે, મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એટલે મેં પદ છોડ્યું છે જે લોકો બદનામ કરવા માગે છે, તેમાં કેટલાક ભાજપના સભ્ય છે અને કેટલાક સરકારી અધિકારી સામેલ છે.
વાઘેલાએ શરૂઆતમાં રાજીનામું આપવાની વાત નકારી દીધી હતી, પરંતુ રાજીનામું આપવાની સૂચના બહાર આવી ગઈ, ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે 7 દિવસ અગાઉ રાજીનામું આપી દીધું હતું. સિંહ વાઘેલા વાઘેલા જુલાઇ 2020માં સી.આર. પાટિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશ મહામંત્રી બન્યા હતા. પ્રદિપ સિંહ વાઘેલાએ રાજીનામું આપવાના સવાલ પર કહ્યું કે, કેટલાક લોકો તેમની છબી ખરાબ કરવા માગે છે. આ જ કારણે ભાજપ પ્રદેશ મહામંત્રીનું પદ છોડવું પડ્યું. વાઘેલાએ એમ પણ કહ્યું કે, આ લોકોએ તેમને ખાસ કરીને કેમ નિશાનો બનાવ્યા એ અત્યાર સુધી સ્પષ્ટ નથી.
તેમણે આગળ કહ્યું કે, જો પાર્ટી મને એમ કરવાના નિર્દેશ આપવા પડશે તો હું તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. મેં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું કેમ કે હું ઈચ્છતો હતો કે બધુ સ્પષ્ટ થઈ જાય અને એ સુનિશ્ચિત કરવામાં આવે કે આરોપોની તપાસ નિષ્પક્ષ રૂપે થાય. વાઘેલાએ દાવો કર્યો કે, તેમને બદનામ કરવા માટે આ ગેંગ છેલ્લા 2 વર્ષથી સક્રિય હતી. જેમાં આ લોકો ખોટી જાણકારી એકત્ર કરતા હતા અને તેને લક્ષિત પ્રાપ્તકર્તાઓ સુધી પ્રસારિત કરતા હતા. તે સંસદ અને વિધાનસભાની ચૂંટણી જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓથી બરાબર પહેલા થશે.
વાઘેલાએ કહ્યું કે, જ્યારે હાલમાં જ સમાપ્ત થયેલી રાજ્યસભાની ચૂંટણીથી બરાબર પહેલા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો તો સતર્ક થઈ ગયા અને કેટલાક લોકોની ઓળખ કરવામાં સફળ રહ્યા. આ એ જ લોકો હતા જે પહેલા પણ એવા પ્રયાસો પાછળ હતા. તેમણે દાવો કર્યો કે, તેમાંથી કેટલાક લોકો ગેર ભાજપી સભ્ય છે અને કેટલાક સરકારી અધિકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp