બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત, 2ને બચાવવામાં 3ના જીવ ગયા

બોટાદ જિલ્લામાં તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત થઈ ગયા છે. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને રેસ્ક્યૂ ટીમે ડૂબી ગયેલા બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. તળાવમાં ડૂબીને જીવ ગુમાવનારા બધા બાળકોની ઉંમર 13-17 વર્ષ વચ્ચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના 13 મેની છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ, બોટાદ શહેર બહાર કૃષ્ણ સાગર તળાવ છે. કહેવામાં આવે છે કે, બે બાળકો પોતાના દાદા સાથે બોટાદ તળાવ જોવા પહોંચ્યા હતા.

તળાવ જોવા ગયેલા બાળકોએ દાદા સામે તળાવમાં નાહવાની જિદ્દ શરૂ કરી દીધી. બાળકોએ જિદ્દ કરતા દાદા તેમને તળાવમાં નાહવાની મંજૂરી આપી દીધી. દાદાની મંજૂરી મળ્યા બાદ બાળકો તળાવમાં નાહવા લાગ્યા. તળાવમાં નહીં રહેલા બાળકો અચાનક ઊંડા પાણીમાં જતા રહ્યા અને ડૂબવા લાગ્યા. તળાવમાં નાહિ રહેલા બાળકોને ડૂબતા જોઈને આસપાસ ઉપસ્થિત 3 બાળકોએ પણ તળાવના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી. ડૂબી રહેલા બાળકોને બચાવવા માટે તળાવમાં છલાંગ લગાવનારા ત્રણેય બાળકો પણ ડૂબી ગયા.

ફાયર બ્રિગેડના અધિકારી કુલદીપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, પોલીસને લગભગ 4:30 વાગ્યાની આસપાસ આ કરુણ ઘટનાની જાણ થઇ હતી. માહિતી મળતા એક બચાવ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી અને 45 મિનિટ સુધી શોધખોળ કર્યા બાદ પાંચેય બાળકોના મૃતદેહો તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર તમામ યુવાનોની ઉંમર 13-17 વર્ષની વચ્ચે છે.

મૃતકોની ઓળખ એહમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા (ઉંમર 16 વર્ષ), અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા (ઉંમર 13 વર્ષ), જુનેદ અલ્તાફભાઈ કાજી (ઉંમર 17 વર્ષ), અસદ આરીફ ખંભાતી (ઉંમર 16 વર્ષ), ફેજાન નાઝીરભાઈ ગાંજા (ઉંમર 16 વર્ષ) તરીકે થઈ છે. અકસ્માતને લઈને બોટાદ પોલીસ અધિક્ષક (SP) કિશોર બલોલિયાએ નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ મુજબ, બોર્ડના SP કિશોર બલિયાને જાણકારી આપી કે કૃષ્ણ સાગર તળાવમાં ડૂબી જનારા બધા બાળકોની ઉંમર 13-17 વર્ષ વચ્ચે છે.

બધા બાળકોના શબ તળાવમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે ઘટનાના સંબંધમાં બાળકોના દાદા પાસેથી પણ જાણકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણ સાગર તળાવમાં જે જગ્યાએ દુર્ઘટના થઈ છે ત્યાં લોકો નાહવા પહોંચતા રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એ સ્થળ પર એવો અકસ્માત ડરામણો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો નાહતા રહે છે. લોકોએ પ્રશાસન પાસે એ જગ્યા બચાવ માટે જરૂરી ઉપાય કરવા અને સકળ લગાવવાની પણ માગ કરી છે.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.