ભાજપની બેઠકમાં પહોંચ્યા ગુજરાતના આ અપક્ષ ધારાસભ્ય, શું ઘરવાપસી થશે?

PC: navbharattimes.indiatimes.com

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. વિધાનસભામાં પાર્ટી નેતાઓના બળવા માટે ચર્ચામાં રહેલા વડોદરામાં પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને તેમને સંબોધિત કર્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ ભાજપ વડોદરાના જિલ્લાના હોદ્દેદારો (સંગઠન અને પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ) સાથે બેઠક કરી.

આ દરમિયાન વડોદરા અને છોટાઉદેપુરના સાંસદ સહિત વડોદરા ગ્રામીનના ભાજપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીની આ બેઠકમાં વાઘોડિયાથી અપક્ષ જીતેલા ધર્મેન્દ્ર સિંહ વાઘેલા પણ સામેલ થયા. તેઓ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદાર બાદ બીજા નંબર પર બેઠા. ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ ચૂંટણી જીત્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ભાજપના હોદ્દેદારોની બેઠકમાં સામેલ થયા બાદ હવે રાજનૈતિક ગલિયારામાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે વાઘેલાની ભાજપમાં લગભગ ઘર વાપસી થઈ ગઈ છે. માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે.

વાઘોડિયામાં ભાજપના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતેલા ધર્મેન્દ્ર સિંહ વાઘેલા બેઠકમાં સામેલ થવા પર પાર્ટી સંગઠનના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાજ્યના નેતૃત્વથી લીલી ઝંડી મળ્યા બાદ જ તેને બોલાવવામાં આવ્યા હતા.  જો કે તેઓ અત્યારે પાર્ટીમાં સામેલ થયા નથી. વાઘોડિયાથી જીતીને આ વખત ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્ર સિંહ વાઘેલાની છબી તેજ તર્રાર અને લોકપ્રિય નેતાની છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પાર્ટીએ ટિકિટ ન આપતા વાઘેલા અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા.

ત્યારબાદ પાર્ટીએ કાર્યવાહી કરતા વાઘેલાને દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારા સાથે ધર્મેન્દ્ર સિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દીધા હતા. એ સમયે વાઘેલા વડોદરા જિલ્લાના ભાજપના સભ્ય હતા, જો કે, એ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ જીત્યા હતા. વર્ષ 2022ની ચૂંટણીમાં ધમેન્દ્ર સિંહ વાઘેલા અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. વાઘેલા વડોદરા જિલ્લાના પૂર્વ ધ્યક્ષ દિલુભા ચુડાસમાના સંબંધી છે.

મુખ્યમંત્રી સાથે હોદ્દેદારોની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્યની ઉપસ્થિતિથી અટકળો તેજ થઈ રહી છે કે આગામી દિવસોમાં તેઓ બીજા માંચો પર નજરે પડી શકે છે. એવામાં જોઈએ તો વાઘોડિયાથી અપક્ષની ચૂંટણી જીતેલા ધર્મેન્દ્ર સિંહ વાઘેલાની ભાજપમાં લગભગ 64 મહિના બાદ વાપસી સુનિશ્ચિત હોવાની સંભાવના દેખાઈ રહી છે. રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જાણકારો કહે છે કે અપક્ષમાંથી જીતેલા ધારાસભ્યોને વિધાનસભા કાર્યકાશની શરૂઆતમાં જ પોતાનું સ્ટેટસ બતાવવાનું હોય છે.

વચ્ચે પોતાનું સ્ટેટસ નહીં બદલી શકો. આવેમાં વાઘેલાએ શરૂઆતમાં ભાજપ સરકારને સમર્થન આપીને ઘર વાપસી તરફ ડગલું ભર્યું હતું. એવામાં તેમની સભ્યતાને લઈને કોઈ જોખમ બનતું નથી. જો વાઘેલાની ભાજપમાં ઘર વાપસી થાય છે તો પાર્ટીના કુલ ધારાસભ્યોની સંખ્યા 157 થઈ જશે. આગળ જઈને 2 અન્ય અપક્ષના ધારાસભ્ય પણ જો ભાજપ સાથે જોડાયા તો આ સંખ્યા 159 પર પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp