જગદીશ ઠાકોર વિરુદ્ધ ફરી ખૂલ્યો મોરચો, અસંતુષ્ટીની ચર્ચા

PC: theweek.in

ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. વિધાનસભાની ચૂંટણીના 3 મહિના બાદ ફરી એક વખત પાર્ટીમાં વિવાદ શરૂ થઈ ગયો છે. પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તનની માગને લઈને પાર્ટીના 2 પૂર્વ ધારાસભ્યો અને એક હાલના ધારાસભ્યએ મોરચો ખોલી દીધો છે. આ ત્રણેય ધારાસભ્ય સૌરાષ્ટ્રના છે. એવા સમય પર જ્યારે રાજ્યમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને પાર્ટી અંબાજીમાં પ્રસાદ વિવાદને લઈને ખેડૂતોની સમસ્યાઓ પર પાર્ટી સત્તાધારી સરકારને ઘેરી રહી છે, ત્યારે આ પૂર્વ ધારાસભ્યોનાં બળવાખોર વલણે પાર્ટીની ચિંતા વધારી દીધી છે.

આ પૂર્વ ધારાસભ્યોની માગ છે કે, પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે. તેઓ પ્રદેશ અધ્યક્ષની ખુરશી પર જગદીશ ટાકોરની જગ્યાએ કોઈ બીજાને જોવા માગે છે. તો આ બધા વચ્ચે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર હાથ સાથે હાથ જોડો યાત્રાના આગામી ચરણમાં અમદાવાદમાં પદયાત્રાની તૈયારી કરી રહ્યા છે. આ નેતા પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં પરિવર્તન લગાવવામાં થઈ રહેલા વિલંબથી નારાજ બતાવવામાં આવી રહ્યા છે. તેમાં કોંગ્રેસ નેતા લલીત વસોયા, લલીત કગથરા, પાટણના ધારાસભ્ય કિરિટ પટેલ સામેલ છે.

પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા, લલીત કગથરા, અને કિરિટ પટેલ એક સાથે ખોડલધામ જવાને નારાજગી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જો કે, જ્યારે મીડિયાએ લલીત વસોયાને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે, અમે નારાજ નથી. ન તો અમે બળવો કરવાના છીએ. અમે પાર્ટીને મજબૂત કરવા નીકળ્યા છીએ. અમારી માગ છે કે અનુશાસન બનાવી રાખવામાં આવે અને જલદી નિર્ણય લેવામાં આવે. અમે આગામી દિવસે હાઇકમાન સાથે સંવાદ કરીને આ સંબંધમાં પ્રેઝન્ટેશન આપીશું.

ખોદલધામ પહોંચેલા પાટણના ધારાસભ્ય ડૉ. કિરિટ પટેલે સોમનાથ અને ખોડલધામમાં વરિષ્ઠ નાગરિકો સાથે મુલાકાત કરી. એ કાર્યક્રમમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા અને લલિતભાઈ કગથરા પણ ઉપસ્થિત હતા. આ અવસર પર કિરિટ પટેલે કહ્યું કે, ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓ પર જલદી જ કાર્યવાહી કરવામાં આવે. પાર્ટીમાં જે પણ અસંતોષ છે. તે એટલે કેમ કે પાર્ટી કોઈ નિર્ણય લેતી નથી. અમે પાર્ટીથી નારાજ નથી અને ભવિષ્યમાં પાર્ટી નહીં છોડીએ. અમારું ઉદ્દેશ્ય પાર્ટીના યુવા કાર્યકર્તાઓના અવાજને પાર્ટી સુધી પહોંચાડવાનું છે.

કિરિટ પટેલે કહ્યું કે, પાર્ટીના જલદી નિર્ણય ન લેવાથી કોંગ્રેસમાં નારાજગી છે. લેખિતમાં આપ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા પર તાત્કાલિક કાર્યવાહી ઈચ્છીએ છીએ, જેથી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મજબૂત કરી શકાય. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, કેટલાક મીત્રોને મીડિયામાં વાત કરવાની ટેવ પડી ગઈ છે. કોઈને કોઈ પરેશાની હોય તો સામે આવે. કેટલાક કોંગ્રેસી મિત્ર મીડિયાના માધ્યમથી વાત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp