
ગુજરાતની એક કોર્ટ ઉત્તરાધિકારને લઇને મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં મુસ્લિમ માતાની હિન્દુ દીકરીઓને સંપત્તિનો અધિકાર મળ્યો નથી. કેસ મહિલાની 3 દીકરીઓએ દાખલ કર્યો હતો, જેમાં તેમણે માગ કરી હતી કે માતાના મોત બાદ સેવાનિવૃત્તિના લાભ તેમને આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, કેમ કે મહિલાઓની માતાએ ઇસ્લામ કબૂલ કરી લીધો હતો એટલે તેમના હિન્દુ બાળકો મુસ્લિમ કાયદા અનુસાર તેમના ઉત્તરાધિકારી નહીં હોય શકે. કોર્ટે મહિલાના મુસ્લિમ પુત્રને તેનો પ્રથમ શ્રેણીનો વારસદાર અને યોગ્ય ઉત્તરાધિકારીના રૂપમાં રાખ્યો છે.
રંજન ત્રિપાઠીની પહેલાથી બે દીકરીઓ હતી. વર્ષ 1979માં તે ગર્ભવતી હતી, આ દરમિયાન તેના પતિનું નિધન થઇ ગયું. તેનો પતિ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)માં નોકરી કરતો હતો. પતિના મોત બાદ રંજન ત્રિપાઠીને BSNLમાં અનુકંપાના આધાર પર ક્લાર્કની નોકરી મળી ગઇ. નોકરી મળ્યાના થોડા દિવસ બાદ એક ત્રીજી દીકરીને જન્મ આપ્યો. ત્રણેય દીકરીઓને છોડીને તે મુસ્લિમ વ્યક્તિ સાથે જઇને રહેવા લાગી. મહિલાની ત્રણેય દીકરીઓની દેખરેખ તેના પૈતૃક પરિવારે કરી. વર્ષ 1990માં ત્રણેય દીકરીઓએ પરિત્યાગના આધાર પર રંજન પર ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો અને કેસ જીતી લીધો.
વર્ષ 1995માં રંજને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને ત્યારબાદ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. રંજને પોતાના સર્વિસ રેકોર્ડમાં પણ પોતાનું નામ બદલીને રેહાના મલેક રાખી લીધું. દંપતીને ત્યારબાદ એક દીકરો થયો. રંજન ઉર્ફે રેહાનાએ સર્વિસ રેકોર્ડમાં પોતાના આ દીકરાને નૉમિની બનાવ્યો. વર્ષ 2009માં રંજનના નિધન બાદ તેની 3 દીકરીઓએ પોતાની માતાની ભવિષ્ય નિધિ, ગ્રેચ્યુટી, વીમો, લીવ એન્કેશમેન્ટ અને અન્ય લાભો પર પોતાનો અધિકાર બતાવતા શહેરની સિવિલ કોર્ટમાં એક કેસ દાખલ કર્યો.
તેમના દાવાને ફગાવતા કોર્ટે કહ્યું કે, જો મૃતક મુસ્લિમ હતી તો તેમનો વર્ગ Iના ઉત્તરાધિકારી હિન્દુ નહીં હોય શકે. કોર્ટે નયના ફિરોઝખાન પઠાણ ઉર્ફ નસિમ ફિરોઝખાન પઠાણ કેસમાં ગુજરાત હાઇ કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપ્યો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે બધા મુસલમાન મોહમ્મદન કાયદા હિસાબે શાસિત હોય છે. ભલે તેઓ ઇસ્લામમાં પરિવર્તિત થઇ ગયા હોય. કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે, હિન્દુ વારસા કાયદા મુજબ પણ દીકરીઓ પોતાની મુસ્લિમ માતાથી કોઇ અધિકાર હાંસલ કરવાનો હકદાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp