PMની ડિગ્રીની જાણકારી આપવામાં આવે કે નહીં? ગુજરાત HCએ સુરક્ષિત રાખ્યો નિર્ણય

PC: khabarchhe.com

ગુજરાત હાઇ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી લીધો છે. કેસની સુનાવણી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ ગુરુવારે હાઇ કોર્ટને કહ્યું કે માહિતી અધિકાર કાયદા (RTI Act)નો ઉપયોગ કોઇની બાલિશ જિજ્ઞાસાને સંતુષ્ટ કરવા માટે નહીં કરી શકાય. તેની સાથે જ યુનિવર્સિટીએ અરજી દાખલ કરીને RTI કાયદા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલને ઉપલબ્ધ કરાવવાના આદેશને રદ્દ કરવાની માગણી કરી હતી.

કેન્દ્રીય સૂચના આયોગ (CIC)ના 7 વર્ષ જૂના આદેશનું પાલન કરવા માટે RTI અધિનિયમ હેઠળ આપવામાં આવેલા અપવાદોનો સંદર્ભ આપતા યુનિવર્સિટી તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ તર્ક આપ્યો કે માત્ર કોઇ સાર્વજનિક પદ પર છે, કોઇ વ્યક્તિ એવી અંગત જાણકારી માગી નહીં શકે, જે તેમની સાર્વજનિક જીવન/ગતિવિધિ સાથે સંબંધિત નથી. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે જાણકારી પહેલા જ સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે અને યુનિવર્સિટીએ પૂર્વમાં પોતાની વેબસાઇટ પર વિવરણ પણ રજૂ કર્યું હતું.

RTIનો ઉપયોગ વિરોધીઓ વિરુદ્ધ તુચ્છ હુમલા કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી ઉપસ્થિત થયેલા વકીલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની જાણકારી સાર્વજનિક રૂપે ઉપલબ્ધ નથી, જેમ સોલિસિટર જનરલ તુષાર મેહતા દાવો કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના વકીલે દલીલોમાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના રાષ્ટ્રપતિ જો બાઇડનના આવાસોની તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કોઇ પણ કાયદાથી ઉપર નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ બીરેન વૈષ્ણવે અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2016માં ગુજરાત હાઇ કોર્ટે કેન્દ્રીય સૂચના આયોગ (CIC)ના એ આદેશ પર રોક લગાવી દીધી હતી, જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. એપ્રિલ 201માં તાત્કાલિક CICએ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી બંનેને જ નિર્દેશ આપ્યો હતો કે તેઓ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે કેજરીવાલને જાણકારી પ્રદાન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp