ગુજરાતના ભાજપના ધારાસભ્યને પકડવા આવી શકે છે રાજસ્થાન પોલીસ, તેમણે સગીરાને....

PC: facebook.com/GajendrasinhBJP

ગુજરાતના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમારને હાઇ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇ કોર્ટે ગુનાની પ્રકૃતિને જોતા ગજેન્દ્ર સિંહ પરમારની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. એવામાં હવે રાજસ્થાન પોલીસ ગજેન્દ્ર સિંહ પરમારની ધરપકડ કરી શકે છે. 2 વર્ષ જૂના કેસમાં ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ રાજસ્થાનમાં કોર્ટના આદેશ પર કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ગજેન્દ્ર સિંહ પરમાર સિવાય અન્ય 3 લોકોના નામ સામેલ છે.

રાજસ્થાનમાં પોતાની વિરુદ્ધ કેસ નોંધાયા બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમારે હાઇ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. બનાસકાંઠાની પ્રાંતિજ વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર 2 વર્ષ અગાઉ અમદાવાદમાં રહેનારી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. આરોપ છે કે 1 નવેમ્બર 2020ના રોજ મહિલા સાથે સંપર્ક બાદ 10 નવેમ્બરના રોજ જેસલમેર ફરવા ગયા હતા. આ દરમિયાન આ ઘટના બની. તેમણે છેડછાડ કરી.

પીડિતાએ પહેલા અમદાવાદમાં કેસ નોંધાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારબાદ પરિવારના લોકોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને હવે સિરોહી જિલ્લાના અબૂ રોડ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય અને તેમના અન્ય 3 સાગરિતો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં સાબરકાંઠા સોસાયટીના ડિરેક્ટર મહેશભાઇ પટેલનું નામ પણ સામેલ છે. રાજસ્થાન પોલીસે POCSO કોર્ટના આદેશ પર આ કેસ નોંધ્યો છે. પૂર્વ મંત્રી રહી ચૂકેલા ગજેન્દ્ર સિંહ પરમાર પર પીડિત પરિવારને ડરાવવા અને ધમકાવવાનો પણ આરોપ છે.

પીડિત પરિવારે એક નિવેદનાં કહ્યું હતું કે, ગજેન્દ્ર સિંહના દબાવના કરણે અમદાવાદ પોલીસે કાર્યવાહી ન કરી. ત્યારબાદ ગજેન્દ્ર સિંહના કહેવા પર ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યા કે જો તેમણે અબૂ રોડ કાંડ બાબતે કંઈક કહ્યું તો અમે તેને જીવથી મારી નાખીશું. તમે અમારું કંઈ નહીં બગાડી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp