ગુજરાત હાઇકોર્ટનું સરકારને છેલ્લું અલ્ટીમેટમ,7 દિવસમાં સ્થિતિ સુધારો નહીં તો..

PC: oneindia.com

ગુજરાતમા રખડતા ઢોર મુદ્દે અવારનવાર કહેવા છતા સરકારે કોઇ પગલા નહીં લેતા ગુજરાત હાઇકોર્ટ હવે લાલઘુમ થઇ ગઇ છે. સરકારને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લું અલ્ટીમેટમ છે, 7 દિવસમાં સ્થિતિ સુધારી લેજો નહીં તો.

ગુજરાત હાઈકોર્ટે રખડતા પ્રાણીઓના ત્રાસ મુદ્દે અધિકારીઓને સાત દિવસનો સમય આપ્યો છે. જો પરિસ્થિતિ સુધરતી નથી, તો આરોપો ઘડવામાં આવી શકે છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે તમને છેલ્લું અલ્ટીમેટમ આપીએ છીએ.હાઇકોર્ટે પોલીસ કમિશ્નરની જબરદસ્ત ઝાટકણી કાઢી હતી.

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં રખડતા પશુએના આતંક પર ગુજરાત સરકારને અંતિમ અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટે 7 દિવસમાં હાલત સુધારવા માટે કહ્યું છે. હાઇકોર્ટે કહ્યું કે જો 7 દિવસમાં સ્થિતિમાં સુધારો જોવા નહીં મળશે તો પછી અધિકારીઓ પર આરોપ નક્કી કરવામાં આવશે.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન અધિકારીઓને હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટે પોલીસ વિભાગને સખત ઠપકો આપતા કહ્યું કે તમારા ખભા પરના સ્ટાર્સ તમારી જવાબદારી નક્કી કરે છે. કોર્ટે કહ્યું, અમને કાગળ પર ઇમ્પ્રેસ નાકરો, જમીન પર સ્થિતિ સુધરવી જોઈએ. આ પછી હાઈકોર્ટે રાજ્ય સરકારને સાત દિવસનો સમય આપ્યો છે. હાઈકોર્ટે આગામી સુનાવણી માટે 7 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કોર્ટમાં પહોંચ્યા હતા. જાહેર હિતની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ કમિશનરને આકરા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે અમારી સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી. કર્મચારીઓ અને અધિકારીઓની પિટાઇ કરવામાં આવી રહી છે.પોલીસની જીપ પાસે લોકો લાકડીઓ લઈને ફરતા હોય છે.શું પોલીસ આવા લોકો પર જ નજર રાખી રહી છે?

હાઇકોર્ર્ટે કહ્યુ કે પોલીસ જીપની બગલમાં લોકો લાઠી લઇને ફરી રહ્યા છે. શું પોલીસની નજર માત્ર એવા લોકો પર છે? પોલીસ નગર પાલિકાને સુરક્ષા આપી નથી રહી. ઢોર પકડતી વખતે અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. ચિંતાજનક પરિસ્થિતિમાં તમે શું કરી રહ્યા છો? તમારા ખભા પરના સ્ટારને જુઓ, જો તમે તે જોઈ શકતા નથી, તો મને કહો.

હાઇકોર્ટે મુખ્ય સચિવને પુછ્યુ હતું કે શું તમે જોઇ રહ્યા છો કે શહેરની બહાર શું થઇ રહ્યું છે? મીડિયામાં સમાચારો આવી રહ્યા છે કે લોકો મરી રહ્યા છે. તમારે સખત મહેનત કરવાની જરૂર છે. સાથે જ હાઇકોર્ટે કહ્યું કે એ સિસ્ટમની જવાબદારી છે કે લોકો નથી સુધરી રહ્યા.અમે તમને પરિસ્થિતિને સુધારવા માટે એક સપ્તાહનો સમય આપીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp