26th January selfie contest

ભાજપના પૂર્વ સાંસદ અને હત્યાના દોષી દિનુ બોધાને IAS અધિકારી પગે લાગ્યા

PC: youtube.com

Indian Administrative Service (IAS) ભારતીય એડમિનિસ્ટ્રેટીવ સેવાનું ગરીમા ભર્યું અને સન્માનીય પદ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત લાભ મેળવવા માટે કેટલાંક IAS અધિકારીઓ ચાપલૂસી કરીને પદની ગરીમાને લાંછન લગાડે છે. ગુજરાતના એક IAS ઓફીસરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ હત્યાના દોષિત અને ભાજપના પૂર્વ સાંસદને પગે લાગી રહ્યા છે. એક IAS ઓફીસર હત્યાના દોષિતને પગે લાગે એ વાતે ભારે ચર્ચા જગાવી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં IAS ઓફીસર આર જી. ગોહિલ જેમને હત્યામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેવા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાને પગે લાગી રહ્યા છે. જો કે આવું પહેલીવાર સામે નથી આવ્યું આ પહેલા પણ ઘણા સરકારી અધિકારીઓ નેતાને ખુશ કરવા માટે જાહેર મંચ પર પગે લાગતા કે ખુશામત કરતા જોવા મળતા હોય છે. એક અધિકારીએ તો નેતાના ચંપલ હાથમાં પકડી રાખ્યા હતા. એક ઉચ્ચઅધિકારીઓને આવી વાત શોભા આપતી નથી.

 IAS  ઓફીસર આરજી ગોહીલિ ગીર સોમનાથના કલેકટર હતા અને તેમની તાજેતરમાં સચિવાલયમાં એર્બન ડેવલમેન્ટ વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણુંક થઇ છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાની વાત કરીએ તો તમને એક જાણીતા કેસ વિશે જાણ હશે.  RTI એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી.

દિનુ બોઘા સોલંકી રાજકારણની સાથે સાથે ટ્રાન્સપોર્ટ, સિમેન્ટ, માઇનિંગ, રિઅલ એસ્ટેટ, કેબલ નેટવર્ક જેવા અનેક બિઝનેસ સાથે સંકળાયેલા છે. સિમેન્ટ બિઝનેસમાં બોઘાનું મોટું નામ હતું. કોડિનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગથી લઇ સહકારી ક્ષેત્રમાં દિનુ બોઘાનો દબદબો હતો.

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ દિનુ સોંલકી વિરુદ્ધ ગેરકાયદે ખનનની ફરિયાદો અને RTI કરી હતી. જેને કારણે ગીર સોમનાથના હરમડિયામાં  અનેક ખાણો બંધ કરવાની ફરજ પડી હતી. આ વાતથી અમિત જેઠવા દિનુ બોઘામાં કણાની જેમ ખટકવા માંડ્યો હતો અને તેનો કાંટો દુર કરવા માટે અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી.  

દિનુ બોઘાની રાજકીય સફરની વાતકરીએ તો વર્ષ 2009માં સંસદ સભ્ય અને જેલવાસ સુધી 21 વર્ષનું જાહેર જીવન વિવાદાસ્પદ રહ્યું. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી વખતે દિનુ બોઘાએ જે એફિડેવીટ રજૂ કર્યું હતું તેમાં તેની પાસે ટોયેટો. ફોર્ડ, ઇનાવો જેવી અનેક કાર, ટ્રેકટર અને ડમ્પર્સનો માલિક હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp