ગુજરાત:અનોખો કિસ્સો, પોલીસે ગાયને જ માસ્ટરમાઇન્ડ આરોપી બનાવી દીધી

કદાચ આવો કિસ્સો તમે નહીં સાંભળ્યો હોય કે એક અકસ્માત કેસમાં પોલીસે ગાયના માલિકને નહીં, પરતુ અજ્ઞાત ગાયને માસ્ટરમાઇન્ડ આરોપી તરીકે બતાવી હતી. જે રીતે પરેશ રાવલ અભિનીત ઓહ માય ગોડમાં ભગવાનને આરોપી બનાવવામાં આવે છે.

રસ્તાઓ પર રખડતા પશુઓ લગભગ દરેક રાજ્યમાં સમસ્યા છે, પરંતુ ગુજરાતમાં રખડતી ગાયને કારણે પોલીસ વિભાગ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. વાસ્તવમાં, એક બાઇક અકસ્માત કેસમાં, પોલીસે ઘટનામાં મુખ્ય શંકાસ્પદ તરીકે એક અજાણી કાળી અને સફેદ રંગની ગાયનું નામ આપ્યું છે. આ અનોખો મામલો ગુજરાતના ખેડા જિલ્લાનો છે.

નડિયાદ (પશ્ચિમ) શહેરમાં એક ગાયને કારણે બાઇકનો અકસ્માત થયો હતો. આ કિસ્સામાં, સ્થાનિક પોલીસે રખડતી ગાયના માલિક સામે ગુનો નોંધ્યો ન હતો, પરંતુ ગાયને ઘટનામાં મુખ્ય આરોપી બનાવી હતી. આ અંગે દરેક જગ્યાએ પોલીસની મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકો ગુજરાત હાઈકોર્ટની એ ટિપ્પણીને યાદ કરીને પણ સવાલો ઉઠાવી રહ્યા છે જેમાં હાઈકોર્ટે રખડતા પશુઓ સાથે કામ કરવાની રાજ્ય સરકારની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા.

નડિયાદ (વેસ્ટ)માં શનિવારે સાંજે જાલક કેનાલ રોડ પર એક બાઇકને અકસ્માત નડ્યો હતો. 50 વર્ષની ઉંમરના ભરત શાહ નામના વ્યક્તિ તેમના ઇલેક્ટ્રીક સ્કુટર પર જઇ રહ્યા હતા ત્યારે રખડતી ગાય રસ્તાની વચ્ચે આવી ગઇ હતી. ગાય અચાનક સામે આવી જવાને કારણે ભરત શાહ  બાઇક પરથી તેમનો અકુંશ ગુમાવી બેઠા હતા અને સીધા ગાય સાથે ટકરાયા હતા. જેમાં રસ્તા પર ઘસડાવવાને કારણે તેમને નાક, ચહેરા સહિત શરીરમાં અનેક જગ્યાએએ  ઇજા થઇ હતી.

ભરત શાહની ભત્રીજી ધ્રુમિલ શાહે પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવમાં આવ્યું હતું કે ભરત શાહને એટલી ગંભીર ઇજા થઇ છે કે તેઓ બોલી શકતા પણ નથી. તેમને પહેલા નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધારે ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ કેસમાં પોલીસે  IPCની સંબંધિત કલમો હેઠળ બેદરકારીને કારણે જીવલેણ ઈજા પહોંચાડવાનો કેસ નોંધ્યો છે. આ ઉપરાંત કાળા અને સફેદ રંગની ગાયને પણ આરોપી બનાવવામાં આવી છે. ગાયના અજાણ્યા માલિક સામે તેના પશુને બેદરકારીપૂર્વક સંભાળવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ચર્ચામાં આવ્યો છે કારણ કે ગાયને આરોપી બનાવવામાં આવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.