ગુજરાતના ગરબા બનશે વિશ્વનો ઐતિહાસિક વારસો, UNESCOની યાદી માટે નામાંકિત

PC: buddybits.com

ગુજરાતનૌ સૌથી પ્રિય તહેવાર નવરાત્રી હવે નજીકના દિવસોમા જ આવવાનો છે, તે પહેલાં ગુજરાતીઓના ચહેરા પર મલકાટ આવી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગરબા દુનિયાનો ઐતિહાસિક વારસો બની શકે છે.

ભારતે ગુજરાતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય 'ગરબા'ને United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO)

ની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે નામાંકિત કર્યા છે. એક ટોચના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. અમૂર્ત સંસ્કૃતિ એટલે સમયાંતરે તેની સમકાલીન પેઢીઓની લાક્ષણિકતાઓને આત્મસાત કરીને વર્તમાન પેઢી માટે વારસા તરીકે ઉપલબ્ધ હોય છે.

ભારતે ગુજરાતના પ્રખ્યાત પરંપરાગત નૃત્ય 'ગરબા'ને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે નામાંકિત કર્યા છે. એક ટોચના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે.યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસો વિભાગના સચિવ ટિમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકાતાના 'દુર્ગા પૂજા ઉત્સવ'ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે ચિહ્નિત કરવા માટે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબા નોમિનેશને લઇને વિગતો શેર કરવામાં આવી હતી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોલકાતામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર યુનેસ્કોની 2003 કોન્ફરન્સની આંતર-સરકારી સમિતિએ દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરી હતી.  કાર્ટિસે કહ્યું હતું ,આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન ધ્યાનમાં લેવામાં આવશે.

2023ના મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા દ્વારા નામાંકન ફાઈલોની ચકાસણી કરવામાં આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં સમિતિના 2023 સત્ર માટેના નામો નક્કી કરવામાં આવશે.

કર્ટિસના પ્રેઝન્ટેશનની સ્લાઈડમાં ગરબા કલાકારોની તસવીર હતી અને તેનું શીર્ષક હતું 'ગુજરાત કા ગરબા’ ઈન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ.' તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ફાઈલ હાલમાં સચિવાલયની ટેકનિકલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

તેમના સંબોધન દરમિયાન, કર્ટિસે ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો માટે પ્રશંસા કરતા કહ્યું કે  ભારત પાસે અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં વ્યાપકતા અને વિવિધતા છે. આમાં રામલીલા, વૈદિક મંત્ર, કુંભ મેળો અને દુર્ગા પૂજાનો સમાવેશ થાય છે. ગરબા એ ગુજરાતની સંસ્કૃતિનો એક ભાગ છે અને આસો માસની શુક્લ પક્ષના એકમથી નોમ સુધીની તિથિ સુધી ગરબા રમાઇ છે.  ગરબામા નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp