ગુજરાતની ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતાની રાજકારણમાં ઉંચી છલાંગ, BJPએ આપી આ જવાબદારી

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એક ખુબસુરત ચહેરો ધરાવતી મહિલા અને ઇન્સ્ટાગ્રામ સ્ટારને રાજકારણમાં મોટું પદ આપ્યું છે, જેને કારણે આ મહિલા અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ ઇન્સ્ટાગ્રામ સ્ટારે રાજકારણમાં ઉંચી છલાંગ લગાવી છે.

2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની બોડીમાં નો રિપીટ ફોર્મુલા લાગુ કરી છે. જેના હેઠળ પાર્ટી નવા ચહેરાંને સ્થાન આપી રહી છે. પાર્ટીએ આમ તો રાજ્યની બધી મહાનગર પાલિકાઓમાં મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરી દીધી છે, પરંતુ વડોદરા તહસીલ પંચાયતની ચેરમેન બનેલી અંકિતા પરમાર અત્યારે ચર્ચામાં છે. તેનું મોટું કારણ એવું છે કે અંકિતાને પાર્ટીએ નાની ઉંમરમાં મોટી જવાબદારી સોંપી છે.

અંકિતા આમ તો ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે અને વ્યવસાયે જિમ ટ્રેનર છે. અઢી વર્ષ પહેલાં થયેલા પંચાયત ચૂંટણીમાં તે વડોદરા તાલુકા પંચાયતની સભ્ય બની હતી હવે ચેરમેન બની ગઇ છે.

ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સી લોકપ્રિય અને એક્ટિવ રહેતી અંકિતા પરમાર જિમ ટ્રેનર પણ છે. વડોદરા જિલ્લાના રાજકારણમાં પગપેસારો કરનારી અંકિતાને ભાજપે હવે મોટી જવાબદારી આપી છે. ભાજપે આગામી અઢી વર્ષ માટે અંકિતા પરમારને વડોદરા તાલુકાની ચેરમેન બનાવી છે. જે અત્યાર સુધી વડોદરા તહેસીલની સભ્ય હતી.

વડોદરા જિલ્લાના અધ્યક્ષ સતીષ પટેલની હાજરીમાં અંકિતા પરમારને નવી જવાબદારી સોંપવામાં આવી. અંકિતા 30 વર્ષની છે.

વડોદારની જાણીતી એમ.એસ.યુનિવર્સિટીમાંથી બી.કોમનો અભ્યાસ પુરો કરનારી અંકિતા પરમાર ઇન્સ્ટાગ્રામ પર ખાસ્સી લોકપ્રિય છે અને તેણીના વીડિયોને લોકો પસંદ કરે છે.

વડોદરા તહેસીલની ચેરમેન તરીકે જવાબદારી મળતાની સાથે અંકિતા પરમાર રાજકારણમાં સક્રીય થઇ ગઇ છે. PM મોદીનR વર્ષગાંઠના કાર્યક્રમમાં અંકિતા હાજર રહી હતી. તે વખતે વડોદરાના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ અંકિતાને મિઠાઇ ખવડાવી હતી.

અંકિતા પરમાર ભલે અત્યારે વડોદરા તહેસીલની ચેરમેન બની છે, પરંતુ તે પંચાયતની સભ્ય તરીકે ઘણા સમયથી સક્રીય હતી. અંકિતાની વરણી કરીને ભાજપને એ અપેક્ષા છે કે તે મહિલા સશક્તિકરણને લઇને મહિલાઓની પરેશાની દુર કરવામાં મદદરૂપ થશે.

અંકિતા પરમારને હવે આખા તહેસીલના વિકાસ અને વિકાસ કામો પર નજર રાખવાની જવાબદારી મળી છે.

અંકિતાને જે વડોદરા તાલુકાની ચેરમેન બનાવવામાં આવી છે તે તહેસીલ જિલ્લાની 3 વિધાનસભામાં લાગે છે. એવામાં તેની સામે વિકાસ માટે સમન્ય સાધવાનો મોટો પડકાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp