ગુજરાતનો જવાન પંજાબમાં શહીદ,લોકોએ દુકાનો બંધ રાખી સૈનિકને રડતી આંખે વિદાય આપી

PC: abplive.com

ભારતીય સેનામાં પંજાબમાં ડ્યુટી કરી રહેલા ગુજરાતના જવાને પોતાના ઘરે જવા માટે રજા લીધી હતી અને પરિવારને મળવાના આ જવાન સપના જોતો હતો, પરંતુ એ પહેલાં જ તેમની તબિયત લથડી જતા, હોસ્પિટલમાં મોત થયું હતું. પરિવારના લોકો જવાનની રાહ જોતા હતા, પરંતુ તેને બદલે જવાનનો મૃતદેહ ઘરે આવ્યો હતો.

પંજાબમાં ફરજ બજાવતા ગુજરાતના જવાનનું મોત થયું છે. જ્યારે વીર જવાનનો મૃતદેહ તેમના માદરે વતન પહોંચ્યો તો ગામના લોકોએ સ્વંયભૂ દુકાનો બંધ રાખીને રડતી આંખે જવાનને અંતિમ વિદાય આપી હતી. વીર જવાનની અંતિમ યાત્રા આખું ગામ ડુસકે ભરાયું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને વીર જવાનની શહીદીને સલામ કરી હતી.

ભારતીય સેનામાં ફરજ બજાવતા રવીન્દ્રસિંહ જાડેજા આર્મીની ફરજ દરમિયાન શહીદ થયા હતા. તેઓ પંજાબના ભટીંડા ખાતે શહીદ થયા હતા. તેઓ મુળ ગુજરાતના જામનગરના હતા.શહીદવીરના પાર્થિવદેહ પોતાના વતન અને હાલારની ભૂમિ ધ્રોલના હાડાટોડામાં લાવવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..

જામનગરના હાડાટોડા ગામના રવીન્દ્રસિંહ હનુભા જાડેજા પંજાબના ભંટિડામાં ફરજ બજાવતા હતા તે દરમિયાન શહીદ થયા હતા. તેઓ ભારતીય સેનાની Electronics & Mechanical Engineers (EME) કોર્પ્સમાં છેલ્લાં 11 વર્ષથી સેવા આપી રહ્યા હતા અને પંજાબના ભટીંડા ખાતે શહીદ થયા હતા.

વીર શહીદ જવાન રવિન્દ્ર સિંહ જાડેજાના પાર્થિવ દેહને તેમના ગામ હાડાટોડા લાવવામાં આવ્યો હતો. ગામમાં જ્યારે શહીદની અંતિમ યાત્રા નિકળી ત્યારે આખું ગામ હીબકે ચઢ્યું હતું. લોકોએ પોતાની દુકાનો બંધ રાખીને અંતિમ યાત્રામાં જોડાયા હતા.

સેનાના જવાનો દ્રારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. અંતિમ યાત્રામા દેશભક્તિના નારા લાગ્યા હતા.લોકોએ ભારે હૈયે જવાનને અંતિમ વિદાય આપી હતી. તિરંગામા લપેટીને જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વીર શહીદ રવિન્દ્રસિંહ જાડેજાના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રવિન્દ્રએ રજા લીધી હતી અને તે પોતાની ફરજ પરથી ટ્રેનમાં ઘરે આવવા નિકળ્યો હતો, પરંતુ રેલવે સ્ટેશન પર જ તેની તબિયત બગડતા આર્મીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઇ ગયું હતુ. રવિન્દ્રસિંહ જાડેજાના પરિવારમાં પત્ની, માતા-પિતા અને એક નાનો ભાઇ છે. શહીદ રવિન્દ્રનો નાનો ભાઇ પણ  CRPFમાં ફરજ બજાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp