ગુજરાત:પરીક્ષા રદ, વિદ્યાર્થીઓનું પ્રદર્શન, કેજરીવાલે પૂછ્યું-પેપર લીક કેમ થયું?

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થયું છે અને લાખો વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. પેપર લીકની ઘટનાનો આમ આદમી પાર્ટીએ લાભ ઉઠાવીને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ગુજરાતમાં ફરી એકવાર પેપર લીકની ઘટના સામે આવી છે. 29મી જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ વિપક્ષો પેપર લીકને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષા લીક થાય છે. શા માટે? કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઇ ગયું છે.

બીજી તરફ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે, આજે ફરી ગુજરાતમાં ભાજપે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરીને લાખો યુવાનોની આશા પર પાણી ફેરવી દીધું.પેપર લીક મામલે ભાજપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો.9 લાખથી વધુ યુવાનો આ પરીક્ષા આપવાના હતા! પરંતુ ભાજપે તેમના બધા સપના તોડી નાખ્યા.

બીજી તરફ ગુજરાતમાં અનેક પરીક્ષા કેન્દ્રોની બહાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે.વિદ્યાર્થીઓ નારેબાજી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વારંવાર પેપરો લીક થવાની ઘટના બની રહી છે અને સરકાર તેને રોકી શકતી નથી.

બીજી તરફ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એક શકમંદ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ગુજરાતમાં પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સવારે 11 વાગ્યાથી યોજાનારી પરીક્ષા માટે 9 લાખ 50 હજારથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  હવે વિદ્યાર્થીનોને પરત જવા માટે મફત બસ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના IPS અધિકારી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઇ ચેડાં ન થવા જોઇએ ગુજરાત ATS આના પર સતત નજર રાખી રહી છે. પેપરન સાથે અમે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી છે. સરકારને આ વાતની જાણ થતાં જ તેઓએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. આમાં કેટલાક શંકાસ્પદ લોકો છે, જેમને અમે સતત ટ્રેક કરીએ છીએ. ગત રાત્રીના સમગ્ર ઓપરેશન દ્વારા તેને પકડી લેવામાં આવ્યા હતા.વડોદરામાંથી 15 આરોપી ઝડપાયા છે<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp