સસ્પેન્ડેડ IAS વિરુદ્ધ 15 વર્ષમાં દાખલ થયો 12મો કેસ, જાણો કોણ છે પ્રદીપ શર્મા
1984 બેચના IAS અધિકારી પ્રદીપ શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્માને નવા કેસમાં ફરીથી જેલ જવું પડ્યું છે. હાલના કેસમાં પ્રદીપ શર્મા પર આરોપ છે કે, તેણે વર્ષ 2004-05 દરમિયાન કચ્છના કલેક્ટર રહેતા ઓછી કિંમતમાં જમીન ફાળવી. જેથી સરકારી ખજાનાને નુકસાન થયું. આ નવો કેસ સામે આવ્યા બાદ ગુજરાત CIDએ ગયા રવિવારે તેની ફરીથી ધરપકડ કરી લીધી છે. સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા વિરુદ્ધ આ છેલ્લા 15 વર્ષમાં 12મો કેસ છે.
સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા વર્ષ 2003થી લઈને વર્ષ 2006 સુધી કચ્છ જિલ્લાનો કલેક્ટર રહ્યો. આ દરમિયાન તેણે અનિયમિતતા કરી. જે કેસમાં પ્રદીપ શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, એ કેસ નવેમ્બર 2004થી મે 2005 વચ્ચેનો છે. ગુજરાત સરકારના લાંબા સમય સુધી અધિકારી રહેલા પ્રદીપ શર્મા માટે આ પહેલી પરેશાની નથી. આ અગાઉ તે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) અને CBI સાથે-સાથે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ અને કાર્યવાહીનો સામનો કરી ચૂક્યો છે.
વર્ષ 2014માં NCBએ કોર્પોરેટ ગ્રુપ પાસેથી 29 લાખ રૂપિયા લાંચ લેવાના આરોપમાં પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. ત્યારે એવો આરોપ લાગ્યો હતો કે, પ્રદીપ શર્માએ વર્ષ 2004ના એક ગ્રુપને બજાર કરતા ઓછી કિંમતે જમીન આપવાથી સરકારને 1.2 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ઘણી વખત જેલ જઈ ચૂકેલા સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મઅને 5 વર્ષ અગાઉ અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાત હાઇ કોર્ટે ભ્રષ્ટાચારના એક કેસમાં જામીન આપી દીધા હતા, તે જેવો જ સાબરમતી જેલથી બહાર આવ્યો. એવી જ તેની એક અન્ય કેસમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.
પ્રદીપ શર્મા ત્યારબાદ અમેરિકામાં પોતાની દીકરીના લગ્નને ઓનલાઇન પણ ન જોઈ શક્યો. અમદાવાદથી સંબંધ રાખરના પ્રદીપ શર્માના ભાઈ કુલદીપ શર્મા IPS અધિકારી હતા. ત્યારબાદ તેઓ રાજનીતિમાં ઉતર્યા અને કોંગ્રેસ સાથે જોડાઈ ગયા હતા. શર્મા વિરુદ્ધ કેસ થવાના મામલે ઘણી વખત મૌન સાધી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે, તેને બળજબરીપૂર્વક ફસાવવામાં આવી રહ્યો છે. પ્રદીપ શર્માને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ભુજ ભૂકંપ બાદ કચ્છ કલેક્ટર રહેલા શર્માના સંબંધ પહેલા જેવા નહોતા. ત્યારે તેના સંબંધ સારા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, વર્ષ 2013માં જ્યારે તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત જાસૂસીનો કેસ સામે આવ્યો હતો, ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે, આ કેસમાં મીડિયામાં ઉછાળવા માટે પ્રદીપ શર્માનો હાથ હતો. ઘટનાએ વેગ પકડાતા શર્મા સુપ્રીમ કોર્ટ જતો રહ્યો હતો. જાસૂસીના કેસની તપાસ અને FIR નોંધવાની માગ કરવામાં આવી હતી. રસાયણ વિજ્ઞાનમાં સ્નાતક કરનારા શર્માએ ગુજરાત પ્રશાસનિક સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તે ડેપ્યુટી કલેક્ટર બન્યો હતો.
વર્ષ 1999માં IAS અધિકારી તરીકે તેને પ્રમોશન મળ્યું હતું. પોતાના કાર્યકાળમાં જામનગર, ભાવનગર મહાનગરપાલિકનો કમિશનર રહ્યો. ત્યારબાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યો. શર્મા વિભિન્ન કેસોમાં અત્યાર સુધી 4 વર્ષ 7 મહિના સુધી જેલમાં રહી ચૂક્યો છે. લગભગ દોઢ દશકથી કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલો પ્રદીપ શર્મા ભુજમાં કલેક્ટર તરીકે જમીન ફળવવાના કેસમાં પહેલી વખત 6 જાન્યુઆરી 2010ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર મહાનગરપાલિકનો કમિશનર હતો. તેના 2 દિવસ બાદ 8 જાન્યુઆરી 2010ના રોજ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2008માં પહેલી વખત FIR બાદ શર્મા વિરુદ્ધ એક બાદ એક ઘણી FIR થઈ. જેનો સિલસિલો અત્યાર સુધી ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp