ગુજરાતમાં માતા-પિતાની મંજૂરી વિના લવ મેરેજ નહીં થાય? CM પટેલે કહી મોટી વાત

PC: twitter.com/Bhupendrapbjp

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તેમની સરકાર એ વાતનો અભ્યાસ કરશે કે શું લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાનું પ્રાવધાન સંવૈધાનિક સીમામાં રહીને કરી શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટિપ્પણી પાટીદાર સમુદાયના કેટલાક પક્ષો દ્વારા લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાની માગના જવાબમાં કરી હતી.

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ કરનારા સરદાર પટેલ ગ્રુપ દ્વારા રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમને લગ્ન માટે છોકરીઓને ભગાવવાની ઘટનાઓનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું છે જેથી એવી વ્યવસ્થા બનાવી શકાય, જેમાં (લવ મરેજ માટે) માતા-પિતાની મંજૂરી અનિવાર્ય હોય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, (ઋષિકેશ પટેલે) મને છોકરીઓને ભગાવવાની ઘટનાઓનો અભ્યાસ કરાવવા કહ્યું છે, જેથી એ જોઇ શકાય કે શું (લવ મરેજ માટે) માતા-પિતાની સહમતીને અનિવાર્ય બનાવી શકાય છે? જો સંવિધાન સમર્થન કરે છે તો અમે આ સંબંધમાં અભ્યાસ કરીશું અને તેના માટે સર્વોત્તમ વ્યવસ્થા લાગૂ કરવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કહ્યું કે જો સરકાર વિધાનસભામાં આ સંબંધમાં બિલ લઇને આવે છે તેઓ તેનું સમર્થન કરશે.

તેમણે કહ્યું કે, ‘એવો સમય જેમાં લવ મરેજ દરમિયાન માતા-પિતાને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. સરકાર લવ મેરેજ માટે વિશેષ પ્રવધાન કરવા પર વિચાર કરી રહી છે જે સંવૈધાનિક હોય. મુખ્યમંત્રીએ ભરોસો અપાવ્યો છે કે લવ મરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાને લઇને અભ્યાસ કરાવવામાં આવશે. જો રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં એવું કોઇ બિલ લાઇને આવે છે તો હું તેનું સમર્થન કરીશ.

ગુજરાત સરકારે વર્ષ 2021માં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમમાં સંશોધન કર્યું હતું અને લગ્ન માટે બળજબરી કે ખોટી રીતે ધર્માંતણને દંડનીય ગુનો બનાવ્યો હતો. સંશોધિત અધિનિયમ હેઠળ દોષીઓને 10 વર્ષની જેલની સજા આપવાનું પ્રવધાન કર્યું હતું. જો કે ત્યારબાદ ગુજરાત હાઇ કોર્ટે અધિનિયમની વિવાદિત કલમોનના અમલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp