બીજી લહેર દરમિયાન વડોદરામાં મોત બાદ થયા હતા અંતિમ સંસ્કાર, હવે ઘરે પાછો ફર્યો

PC: bhaskar.com

પરિવારજનો અને પાડોશીઓના આશ્ચર્ય અને વિસ્મયનો એ સમયે ઠેકાણું ન રહ્યું જ્યારે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી એક યુવક, જેને ગુજરાતની હૉસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વર્ષ 2021માં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો અને તેના શબનો અંતિમ સંસ્કાર થઈ ગયો હતો. તે ઘરે પાછો ફરી આવ્યો. ઘટનાની જાણકારી ધારના કરોદકાલા ગામથી મળી. 35 વર્ષીય કમલેશ પાટીદારે શનિવારે સવારે પોતાની માસીને ઘરે પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો.

તેના પિતરાઇ ભાઈ મુકેશ પાટીદારના જણાવ્યા મુજબ, કમલેશ કોરોના વાયરસ મહામારીની બીજી લહેર દરમિયાન બીમાર પડી ગયો. તેને વડોદરાની એક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. ત્યારબાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો અને તેના શરીરને પરિવારના સભ્યોને સોંપી દીધું, જેમણે તેનો અંતિમ સંસ્કાર કરી દીધો. જો કે, શનિવારે કમલેશ પાટીદાર અચાનક ઘરે આવતો રહ્યો, પરંતુ છેલ્લા 2 વર્ષ દરમિયાન પોતાના રહેઠાણ અંગે કંઈ જણાવ્યું નથી.

કાનવા પોલીસ સ્ટેશનના પ્રભારી રામ સિંહ રાઠોડે જણાવ્યું કે, પરિવારના લોકોના જણાવ્યા મુજબ કમલેશ પાટીદાર કોરોના વાયરસના સંક્રમણનો પીડિત હતો અને વડોદરાની હૉસ્પિટલ દ્વારા તેને મૃત જાહેર કર્યા બાદ પરિવારના સભ્યોએ ત્યાં જ તેનો અંતિમ સંસ્કાર કર્યો અને પોતાના ગામે જતા રહ્યા. કમલેશ પાટીદારનું નિવેદન નોંધ્યા બાદ જ વસ્તુ સ્પષ્ટ થઈ શકશે. ખાસ કરીને એ વાત પર કે તે પોતાના મોત બાદ ક્યાં હતો. જે હૉસ્પિટલે તેને મૃત જાહેર કર્યો તે સરકારી હૉસ્પિટલ બતાવવામાં આવી રહી છે.

કમલેશની પત્ની પણ 2 વર્ષથી વિધવાનું જીવન વિતાવી રહી હતી, પરંતુ જેવો જ કમલેશ જીવતો હોવાની જાણકારી મળી તો તેના ઉદાશ ચહેરા પર ખુશીઓ આવી ગઈ. શનિવારે સવારે પુત્ર કમલેશ જીવિત હોવાની મળી તો પિતાને વિશ્વાસ ન થયો. તાત્કાલિક વીડિયો કોલ કરીને કમલેશ હોવાનું પુષ્ટિ કરી. કમલેશે પણ પોતાના પિતા અને સ્વજનોને જોઈને ભાવુક થઈ ગયો. ત્યારબાદ બધા સ્વજન બદવેલી પહોંચ્યા. મિલન બાદ જીવિત હોવાનું પુષ્ટિ માટે શાસકીય પ્રક્રિયા પૂર્વ કરવા માટે સરદારપુર પોલીસ સ્ટેશને જાણકારી આપવામાં આવી, પરંતુ યુવક કડોદકલાનો રહેવાસી છે, જે કાનવન પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે એટલે સરદારપુર પોલીસે તેના સંબંધિત પોલીસ સ્ટેશને લઈ જવાની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp