અંબાલાલ પટેલે જણાવ્યું-હવે ક્યારે ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

PC: gujarati.news18.com

વાવાઝોડાએ ચોમાસાની પેર્ટને ખોરવી નાખી છે, જેના કારણે કેરળમાં ચોમાસું મોડું બેસ્યુ છે. ચોમાસું હજુ ગુજરાત સુધી પહોચ્યું નથી. જો કે, ચોમાસાના નિયમિત વરસાદ અગાઉ વાવાઝોડાના કારણે વરસાદ પડી ગયો છે અને કેટલાક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પણ પડી ગયો છે. કેટલાક વિસ્તારમાં વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકસાન થયુ છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સીઝન 15 જૂનથી શરૂ થઇ જાય છે, પરંતુ વરસાદ આગળ પાછળ થતો હોય છે. જો કે હજુ પણ ચોમાસું ગુજરાતથી દૂર છે.

ચોમાસું 18 જૂન સુધીમાં તો મહારાષ્ટ્રના છેડે પહોંચ્યું છે. એટલે ગુજરાતમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં પહોંચે તેવું અનુમાન છે. ગુજરાતમાં ચોમાસાનો નિયમિત વરસાદની શરૂઆત ક્યારથી થશે તેની રાહ જોવાઇ રહી છે. હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, વાવાઝોડાના કારણે વરસાદ થયો છે અને હવે વરસાદ ઘટી જશે, પરંતુ વાવાઝોડાની અસરના કારણે દેશના મધ્ય-પૂર્વ ભાગમાં પહોંચી જતા બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચાશે. જેથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે.

છત્તીસગઢમાં જઈ મહારાષ્ટ્રના વિદર્ભના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં ઉભુ થતું વરસાદી વહન 23 થી 25 જૂનમાં સક્રિય થતા દક્ષિણ પૂર્વિય કિનારા પરથી દેશના મધ્યભાગ સુધી આવવાની શક્યતા રહેશે. જેના કારણે દેશના અમુક ભાગમાં વરસાદ થશે. 26-27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય ભાગોમાં વરસાદની સંભાવના રહેશે.

અંબાલાલ પટેલે આગળ જણાવ્યુ છે કે, આપણે ત્યાં અષાઢી બીજના દિવસે વરસાદ થાય તો વર્ષ સારું થાય તેમ માનવામાં આવે છે. જો કે અષાઢી બીજમાં વાદળો આવે છે. વાદળછવાયુ અને વરસાદની છાંટા રહેશે, તેમજ 20 જૂન રોજના વાદળછવાયા વાતાવરણ સાથે રાજ્યના અમુક ભાગોમાં સામાન્ય વરસાદની શક્તા રહેશે.

રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 4-5 દિવસ 2-3 ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી બનસકાઠાના ધાનેરામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ધાનેરાના ખેતરો બેટમાં ફેરવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp