Video: રાજકોટમાં ટ્રાફિક પોલીસના જવાન અને યુવક વચ્ચે મારામારી, યુવકે લાકડીથી...

PC: twitter.com

રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને જનતા વચ્ચે બોલાબોલી અને માથાકૂટના વીડિયો સામે આવતા રહેતા હોય છે, ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને એક યુવક વચ્ચે મારામારી થવાની ઘટના બની હતી. જેમાં યુવક લાકડી વડે ટ્રાફિક જવાનને માર મારતો જોવા મળે છે. તો સામે પોલીસ જવાન પણ યુવકને ઢોર માર મારતો હોવાનું વીડિયોમાં નજરે પડી રહ્યું છે.

હવે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ વાયરલ વીડિયોના આધારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રાજકમલ ફાટક નજીક ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ લખન ભરવાડ અને એક યુવક વચ્ચે બોલાબોલી બાદ સામ-સામે મારામારી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાયરલ વીડિયો પર ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. વાયરલ વીડિયોમાં જોવા મળતા દૃશ્યો અને સંભળાતા શબ્દો મુજબ ટ્રાફિક પોલીસ સાથે બોલાબોલી કરી યુવકે પોલીસને ગાળો આપતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ ગઇ હતી. યુવક ટ્રાફિક જવાનને લાકડી વડે માર મારતો જોવા મળી રહ્યો છે. તો બીજા વીડિયોમાં યુવકની પાછળ પોલીસ જવાન મોટો પથ્થર લઇ મારવા દોડતો જોવા મળી રહ્યો છે.

એટલું જ નહીં ખૂબ લાંબા સમય સુધી બંને વચ્ચે બોલાબોલી અને મારામારીની ઘટના થઇ હતી. આ બાબતે યુવકે આરોપ લગાવ્યો કે, પોલીસ જવાને રૂપિયાની માગણી કરી હતી અને રૂપિયા ન આપતા ઉશ્કેરાઈને ગાળો આપી તેને ઢોર માર મારવામાં આવ્યો છે. આંગળી ભાંગી નાખી એવું પણ વીડિયોમાં યુવક દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલે રાજકોટ શહેર ટ્રાફિક SP ગઢવી દ્વારા વાયરલ વીડિયો મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે બાદ તપાસને અંતે કાયદેસરની કર્યવાહી હાથ ધરવામાં આવશે.

તો રાજકોટ ભાવનગર રોડ પર આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કમેન્ટ કરવા જેવી બાબતે બોલાબોલી થયા બાદ સમાધાન કરવા હોસ્ટેલમાં બોલાવીને ટોળાએ વિદ્યાર્થીને માર કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું કે, પોતે યુનિવર્સિટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્ષના સેમેસ્ટર-2માં અભ્યાસ કરી રહ્યો છે. 4 દિવસ અગાઉ તે મિત્રો સાથે લેક્ચર પૂરા થયા બાદ કૉલેજમાં કેમ્પસમાં બેઠો હતો, ત્યારે ઋષભ નામનો વિદ્યાર્થી પણ ત્યાં બેઠો હતો. એ સમયે કોઈ વિદ્યાર્થીએ કમેન્ટ કરી હતી, જેથી ઋષભને ખોટું લાગ્યું અને કમેન્ટ મેં કરી હોવાનો આરોપ લગાવી મારી સાથે ઝઘડો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp