હાથ જોડ્યા, પગે પડ્યા...છતાં દીકરી તેના માં-બાપને છોડીને પ્રેમી સાથે ચાલી ગઈ

PC: navbharattimes.indiatimes.com

માં-બાપ કેવો સુંદર શબ્દ છે, બાળકો જ પતિ પત્નીને માં બાપ બનાવે છે, માં-બાપ બન્યા પછી દરેક પતિ પત્નીની જવાબદારીઓ વધી જતી હોય છે, છોકરી હોય કે છોકરો દરેકને માં બાપ એક સમાન પ્યાર આપતા હોય છે, જેમના ઘરે ફક્ત દીકરીઓ હોય તો પણ અને જેમના ઘરે ફક્ત દીકરાઓ હોય તે પણ દરેક સંતાનને એક સમાન રીતે ઉછેરતા હોય છે, લાડ લડાવે છે, ભણાવે ગણાવે છે, ગરીબ માં-બાપ હોય તો થોડું ઘણું દુઃખ વેઠીને પણ પોતાના સંતાનોને ભણાવી ગણાવીને મોટા કરે છે અને તે લાયક બનાવે છે કે તે તેના પગ પર ઉભા રહે, દીકરીઓ માટે માં-બાપને વિશેષ કાળજી હોય છે, તેને મોટી કરવાની સાથે જ તેને યોગ્ય ઉંમરે લગ્ન કરીને તેના સાસરે મોકલવાની હોય છે, તે દરેક માં-બાપનું સપનું હોય છે. પરંતુ જયારે કોઈ દીકરી પોતાની અણસમજુ આવડતને કારણે માં-બાપના પ્યારને છોડીને અન્ય કોઈ અજાણ્યા સાથે 'પ્રેમ' કરીને તેમને તરછોડીને જતી રહે છે તો તે માં-બાપની શું હાલત થતી હશે, તે તો તે માં-બાપને જ ખબર હોય કે જેણે આવું જોયું  હોય અનુભવ્યું હોય. આવો જ એક કિસ્સો ગુજરાતના બનાસકાંઠામાં સામે આવ્યો છે, આવો તેના વિષે જાણીએ.....

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના એક ગામનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આમાં, એક પિતા તેની પુત્રીની સામે હાથ જોડીને ઘરે આવવા માટે વિનંતી કરી રહ્યો છે. અંતે પિતા પુત્રીના પગે પણ પડે છે, પરંતુ પુત્રી માતા અને પિતાને છોડીને તેના પ્રેમી સાથે ચાલી જાય છે. પિતાની લાચારી અને ગરીબીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પુત્રી ઘરે પરત ન ફરતા વૃદ્ધ માતા-પિતા મુશ્કેલીમાં મુકાયા છે. પુત્રીને પરત લાવવા પિતાએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પુત્રી મળી આવતાં તેણે તેને ઓળખવાની જ ના પાડી હતી.

મળતી માહિતી મુજબ, આ વીડિયો બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામનો હોવાનું કહેવાય છે. પ્રેમી સાથે ભાગીને પ્રેમલગ્ન કરનારી પુત્રીને ઘરે લાવવા માટે તેની માતા સાથે પહોંચેલા પિતાએ તમામ પ્રયાસો કર્યા પરંતુ પુત્રીએ પિતાની એક પણ વાત ન માની અને તે તેના પ્રેમી સાથે ચાલી ગઈ. વીડિયોમાં પિતા પુત્રીના પગે પડે છે. ત્યાં સુધી કે છોકરા સામે હાથ પણ જોડે છે પણ દીકરી પિતાને ઓળખવાની ના પાડે છે. માહિતીમાં ખુલાસો થયો છે કે, પુત્રી થોડા દિવસો પહેલા પોતાની મરજીથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

માતા-પિતા દીકરીને ઘરે પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. પિતાએ શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં પુત્રીના ગુમ થયાની ફરિયાદ પણ લખાવી હતી. પિતાની અરજીના આધારે પોલીસે ફરાર દંપતીને માતા-પિતા સમક્ષ રજૂ કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં પિતા પુત્રીની સામે હાથ જોડ્યા, તેના પગે પડ્યા, પરંતુ પુત્રીએ તેને ઓળખવાની પણ ના પાડી દીધી. માતા-પિતાની મજબૂરી અને લાચારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ હકીકત સામે એ આવી છે કે, બંને પુખ્ત વયના હોવાથી પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp