સુરતમાં હાર્દિકની રેલી નહી પણ રેલો: ભાજપ વિરુધ્ધ વોટ આપવા શપથ લેવડાવ્યા

PC: khabarchhe.com

સુરતનાં યોગી વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલની જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 હજાર કરતાં વધુની જનમેદનીની વચ્ચે હાર્દિક પટેલે પાટીદારોને ભાજપ વિરુધ્ધ વોટ આપવા શપથ લેવડાવ્યા હતા.

અલ્પેશ કથીરીયાએ સભાને સંબોધતા જણાવ્યું કે જીએમડીસીની ક્રાંતિથી લઈ સુરત સુધીની સભા ખૂબ શાંતિથી થઈ. 14 યુવાનો શહીદ થયા. કપરા સમયમાં પાટીદાર અનામતનું બીડું લઈને નીકળ્યા. અનામતી ચોકલેટ નહીં આપી. સર્વ સમાજ છે પાટીદાર સમાજ સાથે અને પાટીદાર સમાજ સર્વ સમાજ સાથે જોડાયો છે. ભાજપે જે દમન ગુજાર્યો છે તે વોટ લેવા નીકળી પડી છે.સરાકારને પાડી દઈએ પણ હું કહું છું કે દાટી દઈએ. હાલારીયા-ગોલવડીયા કરાશે. જ્ઞાતિ-જ્ઞાતિની લડાઈ કરાશે. આ ટ્રેલર બનશે જીત પછી પિકચર બનશે. ભાજપને વોટ ન આપતા તે માટે અપીલ કરીએ છીએ. 

હાર્દિકે કહ્યું કે આજનો રેલો જોતાં એવું લાગે છે કે પાટીદારો વગર ગુજરાતની રાજધાની અધુરી છે. લડવામાં પાછા પડીએ છીએ. 2007 અને 2012માં બનતી. મોટી મોટી સ્કુલો બનાવી હોય, હોસ્પિટલો બનાવતી હોય પણ સમાજનાં આગેવાનો અને ધારાસભ્યોએ સાથ આપ્યો નહી. સુરતનો રત્નકલાકાર દુખી છે. જો ગામમાં રોજગારી મળી હોત તો સૌરાષ્ટ્ર છોડીને સુરતમાં આવવાનું કામ જ ન હતું. બે-પાંચ ઉદ્યોગપતિઓનાં છોકરાઓ સિવાય ભણી શકતા નથી. સુરતનાં પાટીદારો પૈસા વાળા થઈ ગયા છે, પાટીદારોએ આવી માનસિકતામાંથી બહાર આવવું પડશે. 

હાર્દિકે કહ્યું કે હાલારીયા-ગોલવાડિયા કરાવશે. એક પાર્ટીની અંદર રહ્યા. વોટ અને નોટ બધું જ આપ્યું. પણ મળ્યું શું. લાઠીઓ, 14 યુવાનોની હત્યા, મા-બહેનો પર અત્યાચાર. જો ભાજપને વોટ આપ્યો તો પટલાણીનું ડીએનએ ન હોય. ભાજપ સાથે કોઈ દુશ્મની હતી. અનામત આપી નહી.અંહાકરીઓ સામેની લડાઈ છે. તેમને આ વખતે તો પાડી જ દેવાના છે. 

લોકોને સંબોઘતા હાર્દિકે કહ્યું કે પાટીદારો સમજી ગયા છે. ખેડુતોને નુકશાન કરવામાં આવે છે. કહે છે કે ટેકાનાં ભાવ આપીયા છે. પણ એ ટેકાનાં ભાવ એક મણનાં નહી પણ બે મણનાં આપ્યા છે. ભાજપવાળા મૂર્ખ સમજે છેૉ, પણ આપણે મૂર્ખ નથી. આપણી ગણતરી ભાજપે ચવાણા અને બૂંદીમાં કરી નાંખી છે. પણ યાદ રાખજો ભજીયુંમાં ભવિષ્ય ન બગાડતા. આપણે જે ભાજપને ટેકો આપતા હતા તે કેશુંભાઈ, કાશીરામ રાણા, વલ્લભ કથીરીયાનો ભાજપ હતો. લુખ્ખા અને ગુંડાઓનો ભાજપ ન હતો. સમાજમાં ભાગલા પડાવવા નીકળ્યા છે. સમાજનાં યુવાનોને ડરાવે છે. 

હાર્દિકે કહ્યું કે વિકાસ થયો હોત તો સુરતમાં સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલની સંખ્યામાં વધારો થયો હોત. સિવિલ હોસ્પિટલ તો કોંગ્રેસે બનાવી હોવાનું લોકોએ હાર્દેિકને કહ્યું હતું. હાર્દિકે કહ્યું કે અમદાવાદનો રિવર ફ્રન્ટ કે સુરતનો ગોપી તળાવ બનાવી એને વિકાસ કર્યો કહેવાય છે પણ વિકાસ તો એને કહેવાય કે ગૃહિણીઓ રસોડામાં કકળાટ ન કરે. સુરતમાં કતારગામ, કરંજ, ઓલપાડ, કામરેજ અને ઓલપાડમાં પાટીદાર સમાજની તાકાત છે. આ તાકાતને ભાજપ માટે નવમી અને 14મી તારીખે બતાવી દેવાની છે.ચૂંટણી ટાઈમે પાટીદારો ફરી જાશે એવું ભાજપ કહે છે ત્યારે જનમેદનીએ પ્રચંડ જયઘોષ સાથે કોંગ્રેસ-કોંગ્રેસના નારા લગાવ્યા હતા.

હાર્દિકે કહ્યું કે અપક્ષ કે એનસીપી કે અન્ય પક્ષોમાં પડતા નહી બસ ભાજપને હરાવી દો. સુરતનાં મુકેશ નામના ઉદ્યોગપતિએ આજની સુરતની સભામાં નહી આવવા માટે પાંચ કરોડ રૂપિયાની ઓફર કરી હતી. ઉદ્યોગતિએ કહ્યું કે સુરતની આજની સભા કેન્સલ કરો અથવા બીજી કોઈ તારીખે આપો. પાંચ કરોડ રુપિયા આપવાની ઓફર કરી. હવે આવા લોકોને ઘરે બેસાડી દેવાનો સમય આવી ગયો છે.

હાર્દિકે કહ્યું કે ચાર કરોડનું શૂટ ખરીદી લેવું એ સમાજની ઈજ્જત નથી. સમાજની ઈજ્જત એ છે કે સરકારને પોતાની રીતે કાન આમળી સમાજનાં હિતમાં નિર્ણય લેવડાવવો. કોઈ આગેવાન કે ધારાસભ્ય લડાઈમાં સાથ આપવો આવ્યો નથી તો તેમને પણ આ વખતે જરાય કાઠું આપતા નહી અને અહંકારી અને ઘમંડી ભાજપ સરકારને પાડી દ્યો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp