- Central Gujarat
- હાર્દિકના ઘરે મંડપ મુહૂર્ત વિધિ શરૂ, લગ્નની શરણાઈઓ ગુંજી
હાર્દિકના ઘરે મંડપ મુહૂર્ત વિધિ શરૂ, લગ્નની શરણાઈઓ ગુંજી
પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિકના લગ્નને હવે થોડાક જ કલાકો બાકી છે. અત્યારે તેના લગ્નની તૈયારીઓ પરિવાર દ્વારા વિરગામમાં થઈ રહી છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દિગસર ગામે આવતીકાલે લગ્ન યોજાશે. વિરમગામમાં તેમના નિવાસ્થાને અત્યારે મંડપ મુહૂર્તની વિધિ શરૂ થઈ ગઈ છે. ત્યારે હાર્દિક માંડવામાં સૂટબૂટમાં દેખાયો હતો. હાર્દિકના ઘરે મહેમાનો આવી ગયા છે અને શરણાઈના શૂરો અને ઢોલના તાલે માંડવાની તૈયારીઓ થઈ રહી છે. જો કે પરિવારના નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

હાર્દિકના લગ્નમાં પરિવાર સહિત લગભગ 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. તેમજ આજે વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે લગ્નની વિધિ થઈ રહી છે. આવતીકાલે રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલના પરિવારના લોકો દિગસર પહોંચશે. અને ત્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. તેના પછી સાંજે લગભગ 3 વાગે લગ્ન વિધિ સમાપ્ત થઈ જશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમજ હાર્દિકના લગ્નમાં તેના નજીકના મિત્રો અને સગાને જ બોલાવવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે, હાર્દિકના ત્રીજી ચોથી પેઢીના પરિવારના લોકો અત્યારે પણ દિગસર રહે છે. ગામમાં આવેલા બહુચર માતા અને મેલડી માતાના મઢે હાર્દિક અને કિંજલના આવતી કાલે એટલે કે 27 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડશે.


જો કે ઉલ્લેખનીય છે કે, હાર્દિકના પિતા અને તેના દાદા સહિતના વડીલો માતાજીના મંઢે કંકોત્રી મુકવા ગયા હતા. જો કે આવતી કાલે વહેલી સવારે પરિવારના લોકો દિગસર જશે. જો કે કિંજલનો પરિવાર પણ મૂળ વિરમગામનો છે અને અત્યારે સુરતમાં રહે છે. તેમજ આવતીકાલે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાના દિગસર ગામમાં કુળદેવની સમક્ષ હાર્દિક અને કિંજલ ફેરા ફરશે. જો કે થોડાક મહિના પહેલા જ હાર્દિકની બહેનના લગ્ન થયા હતા.

