મોરબીમાં હર્ષ સંઘવીનું લવ જિહાદ મુદ્દે ચોંકાવનારું નિવેદન, કહ્યું- કોઇ સલીમ...

PC: facebook.com/sanghaviharsh

ગુજરાતના મોરબીમાં રૂપિયા 543.56 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલા નૂતન બસ સ્ટેશના લોકાપર્ણ પ્રસંગે હાજર રહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ જિહાદના મુદ્દે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કોઇ પણ નામ બદલીને બહેન દીકરીઓ સાથે છેતરપિંડી કરશે તો સાંખી લેવામાં નહી આવે.

મોરબીમાં નવા બસ સ્ટેશનના લોકાપર્ણ પ્રસંગે હાજર રહેલા હર્ષ સંઘવીએ લવ જિહાદ અંગે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઇ પણ સલીમ સુરેશ બનીને જો બહેન દીકરીને ફશાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સંઘવીએ એમ પણ કહ્યું હતું કે કોઇ સુરેશ પણ સલીમ બનીને આવું કામ ન કરે. નામ બદલીને બહેન દીકરીઓને છેતરનારને કોઇ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવશે એવી સંઘવીએ ચેતવણી ઉચ્ચારી હતી.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે જે ષડયંત્ર રચવામાં આવે છે તેને કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. મોરબીમાં હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ મંત્રીએ પોલીસને કહ્યું છે કે, આવી કોઇ પણ ફરિયાદ કે અરજી આવે તો તેની પર એ જ દિવસે કાર્યવાહી કરવી.

હવે તાજેતરના સુરતના એક લવ જિહાદના કિસ્સાની વાત કરીએ તો, વિધર્મી યુવકે વાસુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ થઇ છે. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે.જાણવા મળેલી વિગત મુજબ યુવક અને યુવતી બંને ઇવેન્ટ મેનેજમેન્ટમાં પાર્ટનર તરીકે કામ કરતા હતા. યુવતીએ યુવકને હિંદુ સમજીને પ્રેમ કર્યો હતો, પરંતુ જ્યારે ઓફીસના શિફ્ટીંગ સમયે આધાર કાર્ડ સામે આવ્યો ત્યારે યુવકની પોલ ખુલી ગઇ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવક રાજસ્થાનનો 27 વર્ષનો વસીમ અકરમ હોવાનું સામે આવ્યું હતું. યુવક મંડપ ડેકોરેશનનું કામ કરતો હતો અને યુવતી મહેંદી મુકવાનું કામ કરતી હતી. વસીમે પોતાની ઓળખ વાસુ તરીકે આપી હતી અને વિઝીટીંગ કાર્ડ પર પણ વાસુ નામ જ લખાવ્યું હતું. યુવતીની ફરિયાદને આધારે પોલીસે વસીમ અકરમની ધરપકડ કરી છે.

આવો જ એક કિસ્સો દ્રારકાના જામખંભાળિયાથી પણ સામે આવ્યો છે. જામનગરની યુવતીને વિધર્મી યુવાને ગર્ભવતી બનાવીને છોડી મુકી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp