કિશન ભરવાડ હત્યા કેસ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી જાણો શું બોલ્યા

ગુજરાતની મહિલાઓને આત્મા નિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ તથા વિકસટો ફ્લાય સહયોગી NGO દ્વારા એક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ વિસ્તારની મહિલાઓ સ્વાવલંબી બને તે માટે સ્વયં સીધા પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત ખેડા જિલ્લા પોલીસની કામગીરીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી. આ સાથે જ તેમણે કિશન ભરવાડ હત્યા કેસ મામલે મહત્વનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'કડકમાં કડક ઉદાહરણરૂપ સજા આરોપીઓને આપવામાં આવશે.' તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, ગુજરાતમાં હજુ બે-ચાર કેસમાં કડક વલણ અમલ કરી ગુજરાત પોલીસ સજા આપવા માટે મક્કમ છે.'

વાત કરીએ કિશન ભરવાડ હત્યા કેસની, તો ધંધુકા ખાતે પોતાના જુના ઘર પાસેથી કિશન ભરવાડ નામનો યુવક પસાર થતો હતો તે દરમિયાન બે અજાણ્યાં શખ્સોએ ત્યાં આવીને ફાયરિંગ કર્યું હતું. જે ફાયરિંગમાં એક મિસ ફાયર થયું હતું અને આ શખ્સો દ્વારા કરવામાં આવેલા બીજા ફાયરિંગમાં કિશનને ગોળી વાગી ગઈ હતી, જે ઘટના બન્યા બાદ કિશનને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા જ તેનું મોત થયું હતું. માલધારી સમાજમાં આ સમગ્ર ઘટનાને પગલે રોષ ફેલાયો હતો. જો કે, ફેસબુક પોસ્ટથી આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આ હત્યા કેસમાં અનેક કનેક્શન ખૂલ્યા હતા.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ખેડા પોલીસના વખાણ કરતાં કહ્યું હતું કે, 'ખેડા જિલ્લા પોલીસનું સન્માન કરવાનો મને અવસર મળ્યો.' તેમણે વધુમાં કહ્યું કે, ખેડા જિલ્લાની એ દીકરી જોડે જે ઘટના બની હતી, તેવી ઘટના ક્યારેય ભવિષ્યમાં ખેડા જિલ્લામાં નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં નહીં બને તે માટે મેં એ દીકરીના પિતાને અમારા ધારાસભ્યના ફોનથી વાત કરીને ફોન પર વાયદો આપ્યો હતો.' એ દિવસે એ દીકરીના પિતા સાથે વાત થઈ ત્યારે મેં તેમને કહ્યું હતું કે આ દીકરીના ભાઈ તરીકે હું, તમને એક વચન આપું છું કે, હું આ ગુનાના આરોપીઓને કડકમાં કડક સજા એ પણ ગણતરીના દિવસોમાં જ અપાવીને રહીશ.

ખેડા પોલીસે ગણતરીના દિવસોમાં ચાર્જશીટ પૂર્ણ કરી. અને એ દીકરીના પરિવારને માત્ર 60 દિવસની અંદર ન્યાય અપાવ્યો. તેમણે વધુમાં કહ્યું કે, એ ન્યાય અપાવીને મને મારા જીવનમાં મનની અંદર ખુશી મળી કે, આ દીકરીના પિતાને મેં જે વાયદો આપ્યો હતો તે પૂર્ણ કર્યો. હજુ પણ ગુજરાતમાં ચાર પાંચ એવા કેસ છે, જેમાં અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ભલે પછી એ કિશન ભરવાડનો કેસ હોય કે, પછી અલગ અલગ જિલ્લામાં બનેલા અન્ય કેસો હોય. કડકમાં કડક આ ગુનેગારોને સજા અપાવીને રહીશું, એવો હું આપને વિશ્વાસ અપાવું છું. એક એક કેસમાં એવી સજા અપાવીશું કે, ગુનેગારો ભવિષ્યમાં આવો કોઈ ગુનો કરતાં પહેલા દસ વખત વિચારશે અને પોલીસનો ડર આવા ગુનેગારોમાં હોવો જ જોઈએ. ખેડા જિલ્લા પોલીસનો ડર ગુનેગારો માટે જ છે. એક જિલ્લાની એવી પોલીસ કે જેના બે રૂપ હોય એક ગુનેગારો માટે ડરનો રોગ અને બીજુ સામાન્ય નાગરિકો માટે ભગવાનનું રૂપ ધારણ કરનાર. પોલીસ પરિવારના આપ સૌ મારા જવાનોને અધિકારીઓને અભિનંદન આપું છું.'

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.