સજા મોકૂફ રાખવાની રાહુલ ગાંધીની અપીલ સામે સુરત કોર્ટ આ તારીખે ચુકાદો આપશે

બે વર્ષની સજા મોકુફ રાખવાની રાહુલ ગાંધીની અપીલ સામે ગુરુવારે સુરતની કોર્ટમાં સુનાવણી ચાલી હતી. કોર્ટે 20 એપ્રિલે ચુકાદો આપવાનું કહ્યું છે. ગુરુવારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર નહોતા રહ્યા, પરંતુ તેમની ટીમ અને કોંગ્રેસના કેટલાંક નેતાઓ સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા.

સુરતના એક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચે સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી, જેના અનુસંધાનમાં રાહુલે 3 એપ્રિલે ચુકાદો મોકફ રાખવાની અપીલ કરી હતી, જેની આજે સુનાવણી થઇ હતી. બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે 20 એપ્રિલે ચુકાદો જાહેર કરવાનું કહ્યું છે.

રાહુલ ગાંધીના વકીલ ચીમાએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે, મારા અસીલ રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ બધા દેશવાસીઓને પ્રેમ કરે છે, કોઇને દુખ પહોંચાડવાનો તેમનો ઇરાદો નહોતો.

તો ફરિયાદ પક્ષના વકીલ હર્ષિત ટોલિયાએ કહ્યું હતું કે, તેમણે જ્યારે ભાષણ આપ્યું હતું ત્યારે તેઓ સાંસદ હતા અને દેશની બીજા નંબરની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ હતા.તમને જ્યારે કોર્ટ દોષિત ઠેરવે છે અને સજા કરવામાં આવે છે ત્યારે તમે  ગેરલાયક ઠરો છો એવી ટોલિયાએ દલીલ કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી અપીલ પર આજે એટલે કે ગુરુવારે સુરતની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 2 એપ્રિલે રાહુલ ગાંધીએ 3 એપ્રિલે કરેલી અરજી પર 13મીએ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી હતી. કોર્ટની નોટિસ પર ફરિયાદી પૂર્ણેશ મોદીએ પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. સુરતની કોર્ટમાં આજે રાહુલ ગાંધી હાજર નથી રહ્યા, પરંતુ તેમની ટીમે હાજરી આપી છે. સુરતની કોર્ટમાં ગુજરાત કોંગ્રેસના નેતા અમીત  ચાવડા અને જગદીશ ઠાકોર હાજર રહ્યા છે.

મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર આજે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. રાહુલ ગાંધીએ 23 માર્ચે નીચલી કોર્ટના નિર્ણય સામે 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના નિર્ણયને વિકૃત, ખોટો ગણાવ્યો છે. ગાંધીએ પોતાની અપીલમાં એમ પણ કહ્યું કે મોદી સમાજ જેવો કોઈ રેકોર્ડ નથી.

 રાહુલ ગાંધીએ તે વખતે કહ્યું હતું કે,વિપક્ષના નેતા તરીકે તેમણે જે કહ્યું તેને લોકશાહીમાં ટીકાના સંદર્ભમાં જોવું જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અપીલમાં ચુકાદા પર સવાલ ઉઠાવ્યા છે. તો આ કેસમાં અરજદાર પૂર્ણેશ મોદીએ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં નવા સવાલો ઉભા કર્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી ત્યારે કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત બહેન પ્રિયંકા ગાંધી પણ સુરતમાં હાજર હતા.

13 એપ્રિલ, ગુરુવારે અપીલની સુનાવણીના સમયે રાહુલ ગાંધીની એક સ્પેશિયલ ટીમ સુરતની કોર્ટમાં હાજર રહી છે.ભાજપના ધારાસભ્યએ સેશન્સ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં કહ્યું છે કે કોંગ્રેસ નેતા કોર્ટ પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. કોર્ટ પર પ્રેશર ઉભું કરવા માટે તેઓ કેન્દ્ર અને રાજ્યના નેતાઓને સુરત લઇને આવ્યા હતા.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે અપીલ દરમિયાન રેલી જેવી સ્થિતિ ઉભી કરીને તેમણે બાલિશ કૃત્ય કર્યું અને અહંકારનું ગંદુ પ્રદર્શન કર્યું હતું.પૂર્ણેશ મોદીએ એમ પણ કહ્યું છે કે દોષિત અરજદારે પોતાના વર્તનથી કોર્ટ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ એમ પણ કહ્યું છે કે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો હતો ત્યારે કોંગ્રેસના ઘણા નેતાઓએ અયોગ્ય અને તિરસ્કારજનક નિવેદનો આપ્યા હતા. આ બધા માટે રાહુલ ગાંધીને દોષિત માનવા જોઈએ.

માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીએ વકીલ મારફત દાખલ કરેલા જવાબમાં કહ્યું હતું કે આ કેસના આરોપી રાહુલ ગાંધી બેજવાબદાર અને માનહાનિ થાય તેવા નિવેદનો કરવા માટે ટેવાયેલા છે. તેઓ આ બધું અભિવ્યક્તિની આઝાદી અને સ્વતંત્રતાના નામે કરે છે. તેમના નિવેદનોથી અન્ય લોકો બદનામ થાય છે અને ભાવનાઓને ઠેસ પહોંચે છે.

રાહુલ ગાંધીને તેમની 2019ની લોકસભા ચૂંટણીની ટિપ્પણી બદલ સુરતની CJM કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો આ સજા પર રોક નહીં લાગે તો રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી પણ નહીં લડી શકે.

રાહુલ ગાંધીએ નિચલી કોર્ટના ચુકાદાને સેશન્સમાં પડકાર્યો છે. રાહુલ ગાંધીએ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં યોજાયેલી એક સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે?  એ પછી સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.