આખા સપ્તાહમાં વરસાદ ગુજરાતને ઘમરોળી નાંખશે, જયાં નથી પડ્યો ત્યાં પણ અનાધાર પડશે

PC: moneycontrol.com

ગુજરાતના હવામાન વિભાગે તાજેતરમાં જ આગાહી કરી હતી કે 17 જુલાઇએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને ખાસ કરીને મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર પડશે. હવે હવામાનની આગાહી કરતી સ્કાયમેટ વેબસાઇટે કહ્યું છે કે આવતું આખું અઠવાડીયું મેઘરાજા ગુજરાતને ઘમરોળી નાંખશે. તેમાં પણ 16 અને 17 જુલાઇએ આખા ગુજરાતમાં વરસાદ પડશે. સ્કાયમેટનું કહેવું છ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં જ્યાં સુધી હજી સારો વરસાદ પડ્યો નથી, ત્યાં પણ મેઘરાજા પહોંચી જશે. સતત 4 દિવસ સુધી ભારે વરસાદ પડશે એવું આગાહીમાં જણાવવામાં આવી રહ્યું છે.

સ્કાયમેટે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતનવા વલસાડ, નવસારી, ડાંગ, મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદ અને અમદાવાદ સહિત પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની  આગાહી છે.

વેબસાઇટનું કહેવું  છે કે આગામી સપ્તાહમાં મેઘરાજાની એવી તોફાની બેટીંગ જોવા મળશે ત્યારે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે અત્યાર સુધી જે વિસ્તારો કોરા રહ્યા છે ત્યાં પણ મેઘરાજાની સવારી પહોંચી જશે. બંગાળની ખાડીમાં નવું ચક્વાત બનશે.

16 જુલાઇથી 19  જુલાઇ સુધી ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની તારીખ વાઇસ આગાહી જાણી લો. તમારા જિલ્લામાં ક્યારે વરસાદ પડવાનો છે તેની માહિતી મળશે. તો 16 જુલાઇએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

17 જુલાઇની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદસ અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી,મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.

18 જુલાઇએ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બોટાદ, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

19 જુલાઇએ દ્રારકા, કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્ર્નગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, ડાંગ જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

મતલબ કે 16 જુલાઇથી 19 જુલાઇ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટીંગ રહેવાની છે એવું હવામાન વિભાગનું કહેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp