ગુજરાતમાં મેઘરાજાની બીજી ઈનિંગઃ અહીં 4-5 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી

પાછલા બે અઠવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ધીમી પડી છે. જુલાઈના શરૂઆતી અઠવાડિયામાં ભારે વરસાદ બાદ મેઘરાજા હાલમાં શાંત છે. જોકે, ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી શકે છે. હવામાન વિભાગે એક આગાહી આપી છે. જે અનુસાર ઉત્તર ગુજરાતમાં એક સાઇક્લોન સર્ક્યુલેશન ઊભું થયું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. જેને લઈ હવામાન વિભાગે 4 થી 5 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, સાઉથ ગુજરાત અને ઉત્તર ગુજરાત સિવાય આવનારા 4 દિવસ રાજ્યમાં હળવો અને મધ્યમ વરસાદ રહેશે. સાથે જ પવનની ગતિ વધુ જોવા મળશે. અમદાવાદમાં વરસાદી ઝાપટા તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. તો રાજ્યના અમુક વિસ્તારોને લઇ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે.
અત્યાર સુધીમાં સીઝનનો 92 ટકા વરસાદ નોંધાયો
IMD અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો છે. એવામાં 4 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદ માહોલ જોવા મળી શકે છે. સાઉથ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડી શકે છે. તો 4 અને 5 ઓગસ્ટના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જણાવીએ કે, જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાની કંઇક વધારે જ કૃપા ગુજરાતમાં જોવા મળી હતી. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી જેવા વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘણાં લોકોએ તેમના ઘરો વરસાદી પાણીમાં ગુમાવ્યા હતા. જેને લીધે લોકોનું રોજિંદુ જીવન ખોરવાઇ ગયું હતું.
એવામાં ફરી એકવાર હવામાન વિભાગે આવનારા દિવસોમાં વરસાદને લઇ આગાહી કરી છે. IMDના ડિરેક્ટર મનોરમા મોહંતી પ્રમાણે, 4 અને 5 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદ સામાન્ય રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધીમી ધારે વરસાદ રહેશે. તો વળી રાજ્યના અમુક જિલ્લાઓમાં 4 અને 5 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. કારણ કે બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન સિસ્ટમ બની છે. ઉત્તર ગુજરાતમાં બનેલા સર્ક્યુલેશનને લીધે સાઉથ ગુજરાતમાં 3 અને 4 ઓગસ્ટના રોજ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જેને કારણે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp