આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી, ગુજરાતના આ વિસ્તારને ઘમરોળશે

PC: ndtv.com

ઓગસ્ટ મહિનાથી વરસાદે પોરો ખાધો છે અને લોકો ગરમીમાં શેકાઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ પડે તો લોકોને તો રાહત થશે, પરંતુ ખેડુતોને પણ ફાયદો થશે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી સપ્તાહમાં કેટલાંક વરસાદમાં મૂશળધાર વરસાદ પડી શકે છે.

ઓગસ્ટ મહિનાથી વરસાદે પોરો ખાધો છે અને લોકો ગરમીમાં શેકાઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી શકે છે, જ્યારે કેટલાંક વિસ્તારમાં મધ્યમ અને કેટલાંક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના સાયન્ટિસ્ટ અભિમવ્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું છે કે આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા સિવાય દક્ષિણ વિભાગના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રના વિસ્તારની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દિવ દ્રારકા, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છમાં બે દિવસ દરમિયાન આઇસોલેટ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે કહ્યુ કે 8મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં સુરતત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદ શહેરમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદની કોઇ શક્યતા નથી. 8મી તારીખે સામાન્ય વરસાદ પડી શકે છે. ગાંધીનગરમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સરેરાશ વરસાદની વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતમાં નોંધાયો છે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં 66.19 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં સરેરાશ 67.96 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 136.19 ટકા, સૌરાષ્ટ્રમાં 110.10 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73.64 ટકા વરસાદ નોંધાયો છે.

ચોમાસાની શરૂઆતમાં આ વખતે થોડી મોડી થઇ હતી. ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાના બીજા સપ્તાહથી વરસાદ પડતો હોય છે, પરંતુ આ વખતે જૂનના અંતમાં વરસાદની શરૂઆત થઇ હતી. પરંતુ જુલાઇ મહિનામાં મેઘરાજાએ ભારે ધડબડાટી બોલાવી હતી, પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ બિલકુલ જ ખોવાઇ ગયો હતો.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદ દેખાયો નથી. પરંતુ હવામાન વિભાગે જ્યારે આગાહી કરી છે ત્યારે લોકો પણ એવું ઇચ્છે કે વરસાદનું ફરીથી આગામન થાય. અત્યારે ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp