રાજકોટમાં પત્ની પોલીસ લઇને ઘરે પહોંચી તો જોયું કે પતિ ભત્રીજી સાથે સૂતો હતો
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. પરિણીતા જ્યારે પોલીસને સાથે લઇને પતિની તપાસ કરવા માટે પહોંચી ત્યારે તે પોતાની જ કૌટુંબિક ભત્રીજી સાથે સૂતો હતો. તેમ છતા પોલીસની હાજરીમાં પતિએ પત્ની સમક્ષ કાકા-ભત્રીજીએ જે નિવેદન આપ્યું તે ચોંકાવનારું છે. રાજકોટના આ કિસ્સાને લઇને સંબંધોના ધજાગરા ઉડ્યાની ચર્ચાઓ થઇ રહી છે.
રિપોર્ટ્સ મુજબ, રાજકોટ શહેરના રણછોડ નગર વિસ્તારમાં રહેતા પરિણીત વ્યક્તિએ બે વર્ષથી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. છેલ્લા 8 મહિનાથી તે કૌટુંબિક ભત્રીજીને સાથે રાખીને રહેતો હોવાની જાણકારી તેની પત્નીને મળી હતી. ત્યારે થોડા દિવસ અગાઉ પરિણીતા રાત્રના સમયે પોલીસને સાથે લઇને પોતાના પતિના ઘરમાં ઘૂસી હતી. ત્યારે પત્ની અને પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશ્યા, તો કંઇક ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા.
પત્ની અને પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે પરિણીતાનો પતિ અમિત બેલડિયા પોતાની ભત્રીજી સાથે સૂતો મળી આવ્યો હતો. જેના કારણે થોડીક ક્ષણો માટે હોબાળો મચી ગયો હતો. પરિણીતાએ પોતાની આપવીતી બતાવતા કહ્યું હતું કે, દસ વર્ષ પૂર્વે તેને અમિત બેલડીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બે વર્ષ અગાઇ તેના પતિએ તેની સાથે મારામારી કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ છેલ્લા 8 મહિનાથી અમિત તેના મોસાળ પક્ષના સંબંધમાં થતી ભત્રીજી સાથે રહેતો હતો.
તેમજ પત્નીએ જ્યારે પોતાના પતિનો મોબાઇલ ચેક કર્યો તો તેમાં કાકા-ભત્રીજી વચ્ચે 'આઇ લવ યુ જાનુ' સહિતના લખાણો મળી આવ્યા હતા. આમ પિતા-પુત્રી સમાન સંબંધ હોવા છતા કાકા-ભત્રીજી વચ્ચે અને અનૈતિક સંબંધ હોવાનું ખુલ્યું હતું. દિપ્તીબેને કહ્યું આગળ કહ્યું કે, બંનંને મહિલા પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા, જ્યાં મહિલા PSI બેલીમે અમિત સહિતનાઓની આગવીઢબે પૂછપરછ કરી હતી.
અમિત અને યુવતીએ બંનેના સંબંધ પિતા-પુત્રી સમાન હોવાનું કહ્યું હતું, પરંતુ પોલીસે બંનેના મોબાઇલ ચેક કરતા તેમાં અમિતે કૌટુંબિક ભત્રીજી સાથે કરેલા પ્રેમાલાપના સંવાદો સહિતના લખાણ કર્યા હોવાના મેસેજ તેમજ ગિફ્ટ આપી હોય તેના ચિત્રો અને લખાણ મળી આવ્યા હતા. યુવતી અન્ય કોઇ યુવક સાથે પણ ચેટિંગ કરતી હોવાનું પણ બહાર આવ્યું હતું. અત્યારે સમગ્ર મામલે પોલીસે જ્યારે અમિત અને તેની ભત્રીજીના નિવેદન નોંધ્યા ત્યારે બંનેએ પોલીસમાં જણાવ્યું હતું કે, અમારી બંને વચ્ચે પિતા-પુત્રી સમાન સંબંધ છે. આમ, રાજકોટ શહેરમાં ફરી એક વખત સંબંધો શરમમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp