ગુજરાતનો પહેલો કિસ્સો, પતિની પત્ની સામે રેપની ફરિયાદ, બાળક કોઈ ત્રીજાનું...

PC: twitter.com

સંભવત ગુજરાતનો પહેલો એવો કેસ સામે આવ્યો છે જેમાં પતિએ કોર્ટમા પત્ની સામે રેપની ફરિયાદ નોંધાવી છે. પતિએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું કે, પત્નીએ પહેલા લગ્નની વાત છૂપાવી અને DNA ટેસ્ટ કરાવ્યો તો તેમા બાળક તો કોઈ ત્રીજાનું જ હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધી ફેમિલી કોર્ટમાં પતિ પત્નીના ઝઘડા, છુટાછેડા, ઘરેલું હિંસા, ભરણ પોષણના કેસની ચર્ચા ચાલતી હોય છે, પરંતુ સુરતની  કોર્ટમાં પતિએ પત્ની સામે રેપની ફરિયાદ નોંધાવી છે. પતિને એવી જાણ થઇ હતી કે પત્નીએ અગાઉ કરેલા લગ્ન છુપાવ્યા હતા અને અગાઉના પતિ સાથે છુટાછેડા લીધા વગર મારી સાથે લગ્ન કર્યા હતા.

જાણવા મળેલી વિગત મુજબ સુરતના એક વ્યકિતના નવસારીની યુવતી સાથે લગ્ન થયા છે. આમ તો લગ્નને 10 વર્ષ થઇ ગયા છે, પરંતુ પતિને એવી જાણ થઇ કે પત્નીના અન્ય પુરુષો સાથે પણ સંબંધ છે. તેને બે સંતાનો છે. આ બંનેના બાળકોના  DNA ટેસ્ટ કરાવવમાં આવ્યા તો એક બાળકનો DNA ટેસ્ટ મેચ ન થયો. પતિએ ફરિયાદમાં કહ્યું છે કે આ મારું બાળક તો નથીજ, પરંતુ તેના અગાઉના પતિનું પણ નથી. કોઇક ત્રીજા જ વ્યકિતનું બાળક છે.

જ્યારે સુરતના વ્યકિતને ખબર પડી કે પત્નીના અગાઉ પણ લગ્ન થયા હતા જે વાત તેણીએ છુપાવી હતી. એ પછી તેણે સુરત પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ તેણે એવો આરોપ મુક્યો છે કે પોલીસે દાદ આપી નહોતી. એ પછી વડોદરાની પત્ની પીડિત પુરુષો માટે કામ કરતી એક સંસ્થાની મદદથી સુરતની કોર્ટમા પત્ની સામે રેપની ફરિયાદ નોંધાવી છે.

પતિએ ફરિયાદમાં કહ્યું છે કે, જ્યારે પત્નીના ચારિત્ર્ય પર શંકા ગઇ ત્યારે તેણીના સોશિયલ મીડિયા એકાઉન્ટસ ચેક કર્યા તો ઘણા લોકો સાથે વાતચીત કરતી હોવાની ખબર પડી હતી. પરિવારને જ્યારે આ વિશે જાણ થઇ તો બંનેના દાંપત્યજીવનને ટકાવવા માટે કોશિશ કરવામાં આવી હતી. પરંતુ આમ છતા પત્ની સુધરી નહોતી અને અન્ય પુરુષો સાથે ચકકર ચલાવતી હતી.

પતિએ જ્યારે પોલીસના ચકકર કાપ્યા પછી સફળતા ન મળી તો વડોદરાની સેવ ઇન્ડિયા ફેમિલી ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો જે પત્ની પીડિત પુરુષો માટે કામ કરતી સંસ્થા છે. આ સંસ્થાની મદદથી કોર્ટમા કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp