રહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, 10 વર્ષમાં 7 વખત પતિને જેલ મોકલ્યો, પછી..
પેલી એક કહેવત છે ને કે, ‘રહેવાય પણ નહીં, અને સહેવાય પણ નહીં’, ગુજરાતના આ કપલ માટે કહેવત એકદમ ફિટ બેસે છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક મહિલા ઘરેલુ હિંસાનું ત્રાસીને પોતાના પતિને 10 વર્ષમાં 7 વખત જેલ મોકલી ચૂકી છે, પરંતુ દરેક ધરપકડના થોડા મહિના બાદ તે પોતે જ ગેરન્ટર બનીને પતિને જામીન પર છોડાવી લાવે છે. પાટણના રહેવાસી પ્રેમચંદ માળીના લગ્ન વર્ષ 2001માં મહેસાણાની રહેવાસી સોનૂ માળી સાથે થયા હતા. ત્યારબાદ બંને જ કડીમાં રહેવા લાગ્યા.
શરૂઆતમાં જિંદગી સારી ચાલી રહી હતી, પરંતુ વર્ષ 2014 સુધીમાં બંને વચ્ચે મોટા ભાગે ઝઘડા થવા લાગ્યા. વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે પ્રેમચંદ પત્નીને મારવા લાગ્યો. દુઃખી થઈને વર્ષ 2015માં સોનૂએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કે નોંધાવી લીધો. કોર્ટે પ્રેમચંદને દર મહિને 2 હાંજા રૂપિયા ભરણ-પોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો. દહાડી મજૂર પ્રેમચંદ પત્નીને ભરણ-પોષણ ભથ્થું ન આપી શક્યો તો તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર થઈ ગયું. તેની ધરપકડ કરી લેવામાં આવી અને 5 મહિના સુધી જેલમાં રહ્યો.
જો કે, પ્રેમચંદનું કોઈ બીજું નહીં, તો સોનૂ જ આગળ આવી અને ગેરન્ટર બનીને તેના જામીન કરાવ્યા. કાયદાકીય રૂપે અલગ થવા છતા બંને ફરી સાથે રહેવા લાગ્યા, પરંતુ થોડા દિવસ બાદ ફરી તેમની વચ્ચે વિવાદ થઈ ગયો અને પ્રેમચંદ સોનૂને મારવા લાગ્યો. વર્ષ 2016-18 વચ્ચે સોનૂની ફરિયાદના આધાર પર દર વર્ષે પ્રેમચંદની ધરપકડ કરવામાં આવી. દરેક વખત થોડા દિવસ બાદ સોનૂએ જ જામીન અપાવ્યા. વર્ષ 2019 અને વર્ષ 2020માં પણ પ્રેમચંદ ભરણ-પોષણ ભથ્થું ન આપી શક્યો અને તેના કારણે તેને વધુ 2 વખત જેલ જવું પડ્યું.
આ બંને વખતે પણ સોનૂ જ તેની રક્ષક બની અને જામીન અપાવ્યા. આ વખત એક વખત ફરી પ્રેમચંદ ભથ્થું ન આપી શક્યો અને જેલ જવું પડ્યું. દર વખતની જેમ સોનૂએ 4 જુલાઇના રોજ તેને છોડાવ્યો. 5 જુલાઇના રોજ જ પ્રેમચંદનું પર્સ અને ફોન ખોવાઈ ગયા. તેણે સોનૂને પૂછ્યું તો તેણે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ બંનેમાં બહેસ અને ફરી ઝઘડો થઈ ગયો. ઝપાઝપી થઈ. 20 વર્ષીય દીકરા રવિએ પણ પ્રેમચંદ પર બેટથી હુમલો કર્યો. હવે પ્રેમચંદે પોલીસને ફરિયાદ કરી છે અને કહ્યું કે સોનૂએ તેની આંખમાં મરચાંનો પાઉડર નાખી દીધો. તેણે 7 જુલાઇના રોજ સોનૂ અને દીકરા વિરુદ્ધ FIR નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp