મેં તથ્યને ઘણો સમજાવ્યો કે કાર ધીમે ચલાવ, પણ તે માન્યો જ નહીં: મહિલા મિત્ર

PC: bbc.com

બુધવારે રાત્રે અમે 6 મિત્રો  અમદાવાદના મોહમ્દપુરા રોડ પર આવેલા એક કાફેમાં બેઠા હતા તે વખતે તથ્ય પટેલ અમારી સાથે હાજર નહોતો. થોડી વારમાં એ કાર લઇને આવ્યો અને અમે બધા કારમાં ગોઠવાયા હતા. લગભગ 20થી 25 મિનિટ કારમાં જ વાતો કરતા બેસી રહ્યા હતા અને એ પછી કર્ણાવતી કલબ પાસેથી અમે નિકળ્યા હતા. તથ્ય પટેલ કાર ડ્રાઇવ કરતો હતો, એક મહિલા મિત્ર તેની બાજુમાં બેઠી હતી અને બાકીના 4 મિત્રો પાછળની સીટ પર હતા. તથ્ય પટેલ ફુલ સ્પીડે કાર ચલાવતો હતો ત્યારે મેં તેને ઘણો સમજાવ્યો કે તથ્ય, કાર ધીમે ચલાવ, પણ તે માન્યો નહીં અને સ્પીડ વધારીને 100ની ઉપર લઇ ગયો હતો. આખરે અચાનક ઘડામ કરીને કાર અથડાઇ ગઇ હતી. આ વાત જેગુઆર કારમાં તથ્ય પટેલની કારમાં બેઠેલી મહિલા મિત્રએ પોલીસની પુછપરછમાં કહી હતી. મહિલા મિત્રની વાત જો તથ્ય પટેલે સાંભળી હતી તે 9 જિંદગી વેરણ છેરણ થતા બચી જતે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બુધવારે રાત્રે એક અકસ્માત થયો હતો અને તે જોવા માટે લોકો બ્રીજ પર એકઠાં થયા હતા તે વખતે પુરઝડપે જેગુઆર કાર ચલાવીને આવી રહેલા 19 વર્ષના તથ્ય પટેલે બ્રીજ પર લોકોને ફુટબોલની જેમ ફંગાળી દીધા હતા, જેમાં 9 લોકોના મોત થયા હતા.

તથ્ય પટેલની કારમાં કુલ 6 લોકો હતો 3 યુવતી અને તથ્ય સાથે 3 યુવકો હતા. પોલીસે તથ્ય પટેલના મિત્રોની પુછપરછ કરી હતી અને એ જાણવાની કોશિશ કરી હતી કે અકસ્માતની રાત્રે ખરેખર શું બન્યું હતું. ત્યારે તથ્યની એક મહિલા મિત્રએ પોલીસને કહ્યું હતું કે, મેં તથ્યને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે પ્લીઝ, કાર ધીમે ચલાવ પણ તે માન્યો નહોતો અને પછી અકસ્માત થયો. અકસ્માત થયા પછી કોઇક અમને બહાર કાઢીને લઇ ગયું હતું અને એ પછી અમને કશી ખબર નથી.

ઇસ્કોન બ્રીજ પર અકસ્માત પછી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોકોને ધાકધમકી આપી હતી. પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરી છે.

પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોલીસે 11 ગ્રાઉન્ડ પર રિમાન્ડ માંગ્યા હતા, જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp