હું CMOથી બોલું છું…મિત્રને છોડાવવા SPને વોટ્સએપ કોલ કરવામાં આવ્યો,રહસ્ય ખુલ્યું

શ્રીનગરમાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ના નામે Z+ સિક્યોરિટી લેનાર કિરણ પટેલનો મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે, ગુજરાતમાં નકલી અધિકારી બનવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે રાજ્યના એક જિલ્લાના SPને વોટ્સએપ પર ફોન કર્યો અને પોતાની ઓળખ CM કાર્યાલયના અધિકારી તરીકે આપી. પોલીસ અધિક્ષકને શંકા જતાં તેમણે યુવકને કોલ પર રોકાવીને તેનો નંબર ચેક કર્યો તો ખબર પડી કે, જે નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબર ગુજરાતના CM કાર્યાલય સાથે સંબંધિત કોઈ અધિકારીનો નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી યુવકની ધરપકડ કરી હતી. યુવકે સાયબર ક્રાઈમના આરોપીને છોડાવવા માટે જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકને વોટ્સએપ કોલ કર્યો હતો.
જામનગર પોલીસના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને વોટ્સએપ કોલ પર કોલ આવ્યો હતો. જેમાં પોતાને CM કાર્યાલયનો અધિકારી ગણાવતા એક યુવકે અમીર અસલમની મુક્તિ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. અસલમ સાયબર ક્રાઈમના આરોપમાં પકડાયો હતો. વોટ્સએપ કોલમાં યુવકે SPને આરોપીને છોડવા જણાવ્યું હતું. જ્યારે SPને શંકા ગઈ તો તેમણે નંબર તપાસ્યો અને જાણવા મળ્યું કે, તે CMOનો નંબર નથી. આ પછી જામનગર પોલીસ સક્રિય બની હતી અને પછી જે નંબર પરથી કોલ આવ્યો હતો. તેના આધારે ફોન કરનારની ધરપકડ કરવા ટીમ બનાવવામાં આવી હતી. 10 ઓગસ્ટના રોજ આવેલા કોલના થોડા કલાકો પછી યુવક અમદાવાદમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. યુવકની ઓળખ નિકુંજ પટેલ તરીકે થઈ છે. સાયબર ક્રાઈમમાં ઝડપાયેલો આરોપી પટેલનો મિત્ર હોવાનું મનાય છે.
નાયબ પોલીસ અધિક્ષક જયવીર સિંહ ઝાલાએ જણાવ્યું કે, વોટ્સઅપ કોલમાં યુવકે પોતાને CMOમાં ઓફિસર ગણાવ્યો હતો. તેથી જ આ સમગ્ર મામલાની સંવેદનશીલતા સાથે તપાસ કરવામાં આવી હતી. કોલ દરમિયાન, પટેલે વરિષ્ઠ પોલીસ અધિકારીને અમીર અસલમને છોડવા માટે નક્કી કરવા વિનંતી કરી. ઝાલાએ કહ્યું કે, તેમણે કહ્યું કે ફોન નંબર પરથી એકત્ર કરાયેલા પુરાવાને આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને અમદાવાદથી જામનગર લાવવામાં આવ્યો છે. ઝાલાએ જણાવ્યું હતું કે, પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 170 હેઠળ કેસ નોંધીને, આરોપી સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ એક જાહેર સેવકનું રૂપ ધારણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp