IAS વિજય નેહરાના દીકરાએ ગુજરાતનું નામ રોશન કર્યું

PC: ahmedabadmirror.com

ગુજરાતના એક IASના પુત્રએ દક્ષિણ ભારતમા યોજાયેલી તરણ ર્સ્પધામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.આર્યન મહેરાએ હૈદરાબાદમાં બે દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું સાઉથમાં નામ રોશન કર્યું છે. આર્યન નેહરા ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારીના મોટા પુત્ર છે. આર્યનની સાથે તેનો નાનો ભાઈ પણ તરવૈયો છે. પિતા વિજય નેહરાએ પુત્રના રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે. IAS અધિકારી વિજય નહેરા કોરોના મહામારી વખતે જ્યારે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેનશનના કમિશ્વર પદે હતા ત્યારે ભારે ચર્ચામાં આવ્યા હતા.

ગુજરાતના ઉભરતા તરવૈયા આર્યન નેહરાએ વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સની તૈયારી કરતી વખતે, તરવૈયા આર્યન નેહરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 3 જુલાઈએ અહીં રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. આર્યને 8 મિનિટ અને 01.81 સેકન્ડનો સમય લઇને આ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હાંસલ કર્યા.

2 જુલાઇના દિવસે 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની જેમ, આર્યને ફરી એકવાર દિલ્હીના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક કુશાગ્ર રાવતને પાછળ છોડી દીધો હતો.રાવતે 8:09.25 કલાકે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે કર્ણાટકનો અનિશ ગૌડા (8:16.92) ત્રીજા ક્રમે રહ્યો. આર્યને એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં 8:03.15નો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.

ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન રાજ્યના વરિષ્ઠ IAS ઓફીસર વિજય નેહરાનો પુત્ર છે. વિજય નહેરાના બંને પુત્રો તરવૈયા છે. નેહરા 2001ની બેચના IAS અધિકારી છે. વર્તમાંનમાં વિજય નેહરા સાયન્સ એન્ડ ડેવપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ છે. તેમની પાસે ગુજરાત ઇંફોમિટિક્સ લિમિટેડની પણ જવાબદારી છે. નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે. નેહરાએ કેમેસ્ટ્રીમાં MSC અને IIT મુંબઇથી અભ્યાસ કર્યો છે.

IAS ઓફિસર વિજય નેહરાએ પોતાના પુત્રની સફળતા ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું કે આર્યન નેહરાએ હૈદરાબાદમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો. આર્યન નેહરાએ હૈદરાબાદમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીત્યા છે. ગુજરાતમાં IAS તરીકે અનેક જિલ્લાઓમાં કામ કર્યા બાદ નેહરા સ્વર્ણિમ સંકુલમાં પોસ્ટેડ છે. વિજય નેહરાએ કોરોનાના સમયમાં રાજ્યનો હવાલો સંભાળ્યો હતો. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp